હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના ઊંચી માંડલ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન અકસ્માતે નર્મદાની કેનાલમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની મૃતકના મોટાભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે બ્રોમો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રતિલાલ રામનિવાસ યાદવ (૨૭) નામનો યુવાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે એકોર્ડ સીરામીક ની પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને આ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી અને ફાયરની ટીમ દ્વારા રતિલાલ યાદવના મૃતદેહને નર્મદાની કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ રૂપલાલકુમાર રામનિવાસ યાદવ (૩૨) રહે એકોર્ડ સીરામીક નીચી માંડલ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂની નાની ૧૮ બોટલ સાથે મહિલા પકડાઇ

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘંટીની પાછળના ભાગમાં આવેલ શેરીમાં રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની ૧૮ બોટલો સાથે મહિલા ઝડપાઈ હતી જેથી કરીને પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સલમાબેન ઉર્ફે સોનું આસિફભાઇ મીર જાતે સિપાઈ મુસ્લિમ (૪૫) રહે પંચમુખી ઢોરો વિસ્તાર હળવદ મૂળ રહે નાડીયા તાલુકો ધાંગધ્રા વાળા ની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News