હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની બે સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનથી આવેલ બહેનોને પગભર કરવા સિલાઈ  મશીનનું વિતરણ કર્યું


SHARE













મોરબીની બે સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનથી આવેલ બહેનોને પગભર કરવા સિલાઈ  મશીનનું વિતરણ કર્યું

મોરબીમાં આવેલ પી.જી. પટેલ કોલેજ અને નેશનલ એકેડમી સ્કૂલના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા વિધવા સહાય કેન્દ્ર મોરબીના પ્રમુખ શારદાબેન દેવકરણભાઈ આદ્રોજા દ્વારા પાકિસ્તાનના વિસ્થાપિત બહેનોને ધંધાકીય રીતે પગભર કરવા માટે હાલ પાંચ બહેનોને સિલાઈ  મશીન (સંચા) ઉપરોક્ત સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે આ બહેનો તેમના પરિવારો સાથે પાકિસ્તાનથી છેલ્લા ઘણા સમયથી આવેલ છે. પરંતુ તેમને ભારતીય નાગરિકત્વ મળેલ નથી. તેમજ બેરોજગાર હોવાથી તેઓ આર્થિક રીતે ગરીબ હોવાથી બહેનો સિલાઈ મશીન કામગીરી કરવામાં કુશળ હોવા છતાં તેમની પાસે સિલાઈ મશીન ન હોવાના કારણે તેમને આજીવિકા મેળવવામાં બહુ જ અકલ્પનીય સમસ્યાઓનો સામનો  કરવો પડતો હતો આ બાબત અંગે પાકિસ્તાનથી ભારતમાં વિસ્થાપિત થયેલા નાગરીકોની સમસ્યાઓ સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ સાથે સંપર્કમાં રહી રજુઆતો કરી રહેલા મહેશ્વરી ફાઉન્ડેશન પ્રમુખ  બાબુભાઈ મહેશ્વરીએ મોરબીના શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ દેવજીભાઈ પુરબીયા સાથે મુલાકાત થયેલ અને બહેનોને આર્થિકથી માંડીને ધંધાકિય રીતે પગભર કરવામાં આ સહાય આપવામાં આવેલ છે અને આવનાર સમયમાં અન્ય જરુરીયાતમંદ લોકોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરનુ કામ જાણતા લોકોને મદદરૂપ બનવા આ સંસ્થાએ તૈયારી બતાવેલ છે. આ કામમાં રાજકોટ જૈન કન્યા સુસંસ્કાર તિર્થના પ્રમુખ ચંદ્રકાંતભાઈ દફતરીનું ખૂબ મહત્વનુ યોગદાન રહેલ છે. અને મોરબીના વોર્ડ નંબર-૪ માં આવેલ ભગવતીપરા ખાતે સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દેવકરણભાઈ આદ્રોજાશારદાબેન દેવકરણભાઈ આદ્રોજાચંદ્રકાંત ભાઈ દફતરીકેશુભાઈ દેત્રોજાબકુલભાઈ પુરબિયા અને બાબુભાઈ મહેશ્વરી સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત રાજકોટના એડવોકેટ સમીરભાઈ ખીરાભગવતીપરા વોર્ડ નં. ૪ ના પૂર્વ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણલઘુમતી મોરચાના પ્રમુખ બોધુભાઈમહેશ્વરી ફાઉન્ડેશનના પ્રમુખ ધનજીભાઈ કે. બૂચિયારાજકોટ મહેશ્વરી સમાજના પ્રમુખ પુનમભાઇબોધુભાઈદેવાભાઇ ધેરા, સુનિલભાઈ ધેરા અને પપુભાઈ કનર ઉપસ્થિત રહેલ હતા.






Latest News