મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ


SHARE











મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજીને ઉર્જા બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોકડ્રિલ, ફીડરોની ચકાસણી, વીજ સલામતીની પ્રતિજ્ઞા, ઉર્જા બચત રેલી, શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના ભાગરૂપે ઉર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજ કચેરી દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી

મોરબીમાં પી.જી.વી.એલ. દ્વારા ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા ૧૧/૧૨ થી ૧૬/૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીમાં પીજીવીસીએલ કચેરીથી વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વીજ સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ ગેંડા સર્કલ, મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ ખાતે પૂરી કરવામાં આવી હતી આ રેલી થકી લોકોને સોલાર કુકર, સોલાર હિટર, ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવી તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા સંદેશો આપ્યો હતો.




Latest News