મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સોસશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવીને સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, રીમાંડ લેવા તજવીજ ચાલુ


SHARE















મોરબીમાં સોસશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવીને સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, રીમાંડ લેવા તજવીજ ચાલુ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની સગીરવયની દીકરી ઘરેથી નાસ્તો લેવા માટે નીકળી હતી અને બાદમાં ગુમ થઈ જતા પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાનો સંપર્ક કરીને અપહરણ કરી જનાર મૂળ અમરેલીના અને હાલ રાજકોટ રહેતા શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની સગીર વયની દીકરી ગત બેસતા વર્ષના દિવસે તા.૧૪-૧૧ ના બપોરના ચારેક વાગ્યે ઘરેથી પફ લેવા માટે જાવ છું તેમ કહીને નીકળી હતી.બાદમાં તેણી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ સગીરાની કોઈ ભાળ ન મળતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તે સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરીને લઇ જવામાં આવી હોવા અંગેની અજાણ્યા ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩ મુજબ અપરણની ફરિયાદ નોંધી હતી અને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં એ ડિવિઝન પોલીસે મૂળ અમરેલી જિલ્લાના ચિતલના રહેવાસી અને હાલ રાજકોટના બેડી ગામ પાછળ બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને બસમાં ડ્રાઇવર-કલીનરનું કામકાજ કરતા કેવલ રમણીકલાલ ડાબસરા જાતે કોળી (ઉમર ૨૧) નામના ઈસમની ઉપરોક્ત અપરણના ગુનામાં ધરપકડ કરેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સટ્રાગ્રામ વડે સગીરાનો પરિચય કેળવ્યા બાદ તેણીનું ઉપરોક્ત શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા આ ઇસમની રિમાન્ડ મેળવવા અને આટલો સમય તેઓ ક્યાં રહ્યા હતા..? અને કોણે મદદ કરી હતી તે સહિતની વિગતો મેળવવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા ખાખરાળા ગામે રહેતા કેસીબેન વાલજીભાઈ વણોલ નામના ૫૫ વર્ષીય મહિલાને તેઓના જેઠના દીકરા દ્વારા મૂઢમાર મારવામાં આવતા સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બાબતે હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જણાવવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મોટી વાવડી ગામે રહેતા મગનભાઈ ટપુભાઈ મઠીયા નામના ૫૬ વર્ષીય આધેડને વાહન અકસ્માતમાં ઇજા તથા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેઓ ઘરેથી બાઈક લઈને ચાંચાપર ગામ બાજુ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લઇ જવાયા હોય હાલ તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા વિપુલભાઈ હરખાભાઈ સનુરા જાતે કોળી નામના ૨૭ વર્ષીય યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ મેગ્નમ સીરામીકના સામે રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જણાવવામાં આવેલ છે.






Latest News