મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારોની આગમી ૨૨ મીએ ચૂંટણી: પ્રમુખ માટે ચાર ઉમેદવાર


SHARE











મોરબી બાર એસો.ના હોદેદારોની આગમી ૨૨ મીએ ચૂંટણી: પ્રમુખ માટે ચાર ઉમેદવાર

મોરબી બાર એસો.ના હોદેદારોની ટર્મ પુરી થઈ રહી છે ત્યારે આગામી ૨૨ ડિસેમ્બરે મોરબી બાર એસો.ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ઉમેદવારી પટરો ભરવામાં આવેલ છે જેમાં પ્રમુખપદ માટે ૪, ઉપપ્રમુખ માટે ૨, સેક્રેટરી માટે ૨ અને જોઈન્ટ સેક્રેટરી માટે ૩ ઉમેદવારો અને કારોબારી સભ્ય માટે ૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે

મોરબી બાર એસો.ના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારો માટે જે ફોર્મ ભરવામાં આવેલ છે તેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ અગેચણિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રાણલાલ ડી. માનસેતા અને દેવજીભાઈ પરમાર દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ વ્યાસ, તેજશકુમાર દોશી, સેક્રેટરી માટે રવિભાઈ કારીયા અને વિજયભાઈ શેરસિયા, જોઈન્ટ સેક્રેટરી માટે ઉદયસિંહ જાડેજા, કલ્પેશભાઈ શંખેસરિયા, વિવેકભાઈ વરસડા તેમજ કારોબારી સભ્યોમાં પ્રદીપભાઈ કાટીયા, રહીશભાઈ માધવાણી, ઋષભભાઈ મહેતા, કરમશીભાઈ પરમાર, સાગરભાઈ પટેલ અને  બ્રિજરાજસિંહ ઝાલાએ દાવેદારી કરી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી બાર એસો.ની ચૂંટણીમાં કુલ ૫૩૦ જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રખિયા, ભાવેશ ભટ્ટ, જય પરીખને જવાબદારી સોપવામાં આવી છે અને આગામી તા ૨૨ ના રોજ મોરબી બાર એસો.ના નવા હોદેદારો માટેની ચૂંટણી યોજાશે




Latest News