મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રની રૂપિયાની લેતીદેતીનો ખાર યુવાન ઉપર કુહાડી વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE













મોરબીમાં મિત્રની રૂપિયાની લેતીદેતીનો ખાર યુવાન ઉપર કુહાડી વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાનાની સામેથી યુવાન પસાર થતો હતો ત્યારે તે યુવાનના મિત્ર પાસે રૂપિયાની લેતી લેતી બાબતનું મન દુઃખ રાખીને ચાર શખ્સો તેની પાસે કુહાડી અને ધોકા લઈને આવ્યા હતા અને બેફામ ગાળો આપીને યુવાનને મારી નાખવાની ધમકી આપીને કુહાડી વડે હુમલો કરીને ડાબા કાનની નીચેના ભાગમાં કુહાડી મારી હતી જેથી યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં તેને ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામ પાસે ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં રહેતા ઉમેશભાઈ દિનેશભાઈ સનુરા જાતે કોળી (૨૩) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાદેવભાઇ કોળી, પલ્લાભાઈ, રમેશભાઈ અને વિષ્ણુભાઈ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી મહાદેવભાઇ કોળીને તેના મિત્ર ધર્મેશભાઈ મેરની સાથે રૂપિયાની લેતીદેતી બાબતે મનદુખ હોય જેનો ખાર રાખીને ફરિયાદી મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાના સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ કાર નંબર જીજે ૧૩ એન ૩૪૪૪ લઈને આવ્યા હતા અને ત્યારે મહાદેવભાઇ કોળીના હાથમાં કુહાડી તથા અન્ય ત્રણ આરોપીના હાથમાં લાકડી હતી અને ફરિયાદીને તેના મિત્ર ધર્મેશને રૂપિયા આપી દેવા જણાવીને બેફામ ગાળો આપવામાં આવી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપી ઉસકેરાઈ ગયા હતા અને ત્યારે મહાદેવભાઇ કોળીએ તેના હાથમાં રહેલ કુહાડી ફરિયાદી યુવાનને ડાબા કાનની નીચેના ભાગમાં મારતા તેને ઈજા થઈ હતી તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જેથી ઇજા પામેલા યુવાને સારવાર લઈને ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી મહાદેવભાઇ કાળુભાઈ દેત્રોજા જાતે કોળી (૪૪), પ્રવીણભાઈ ઉર્ફે પલ્લાભાઈ રાણાભાઈ દંતેસરિયા જાતે કોળી (૨૭), રમેશભાઈ નવઘણભાઈ દેત્રોજા જાતે કોળી (૩૪) અને વિષ્ણુભાઈ મહાદેવભાઇ દેત્રોજા જાતે કોળી રહે. બધા રાયધ્રા વાળાની ધરપકડ કરેલ છે

દવા પી ગયો

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા જેરામભાઈ જાદવભાઈ વાઘેલા (૩૧) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લાઇકોન સીરામીક ખાતે અજાણી દવાના ટીકડા ખાઈ લીધા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News