હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

આપણું કચ્છ-સ્વચ્છ કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઇએ સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ


SHARE













આપણું કચ્છ-સ્વચ્છ કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઇએ સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણું કચ્છ સ્વચ્છ કચ્છબને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભા દ્વારા કચ્છના તમામ શહેરો તથા ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રીલાયન્સ સર્કલ, ભુજ ખાતેથી સાંસદ સ્વચ્છતા અભિયાનનું પ્રારંભ કરાવવામાં આવેલ છે જે અંતર્ગત ન્યુ લોટસ કોલોની સામે, વાલ્મીકી નગરથી રીલાયન્સ સર્કલના માર્ગનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા ભા.જ.પા મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, સત્તાપક્ષ નેતા કમલભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, શહેર ભા.જ.પા પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, જીલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શીતલભાઈ શાહ, તાલુકા ભા.જ.પા પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજા, અનીલભાઈ છત્રાડા, કશ્યપભાઈ ગોર, ધીરેનભાઈ લાલન, રશીલાબેન પંડ્યા, વિનુદાન ગઢવી, ચેતનભાઈ કતીરા, રતનશી રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, સંજયભાઈ ઠક્કર, માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભા.જ.પા મહામંત્રી કિશનસિંહ જાડેજા, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમના ઇન્ચાર્જ જયંતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાન હેઠળ વિધાનસભા વાઈઝ જીલ્લાના તમામ શહેરો અને ગામોમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ એક આદત છે જે દરેક નાગરિક અને સમાજ એ કુદરતી રીતે અનુસરવી જોઈએ. પર્યાવરણ, રાષ્ટ્રની પ્રગતી અને વિકાસ માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી અને મહત્વપુર્ણ છે.






Latest News