મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરક સંદેશો ઉપસ્થિતોએ સાંભળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું છે કે, ભારતનો દરેક નાગરિક વી.આઈ.પી. છે. ત્યારે આ તમામ વી.આઈ.પી. સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું તો મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીની ગાડી આજે ગાળાના આંગણે આવી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌની સહભાગી સુનિશ્ચિત કરવાનો છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓથી કોઈ વંચિત ન રહે તે બાબતનું આ યાત્રા દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સરકાર દ્વારા અહીં ખેતરે ખેતરે ડ્રીપ એરીગેશનથી ખેતી થાય તે તરફના આયોજનો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગે કરેલી કામગીરી માટે તમામ આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે રાશન કીટ તથા ઉજ્જવલા યોજના અન્વયે કીટ વગેરે લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં સફળ મહિલા શક્તિ તથા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને મહાનુભાવો હસ્તે ગાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાસાયણિક ખાતરની આડઅસરો અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતું પ્રકૃતિ સંવર્ધન માટેનું નાટક તથા ધરતી માતાની વ્યથા રજૂ કરતા ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, ટીડીઓ પી.એસ. ડાંગર, ગામના સરપંચ તેમજ ગાળાના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News