હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ રાજકોટ નાગરીક બેંકને લોન માટે મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા આદેશ


SHARE













મોરબીમાં આવેલ રાજકોટ નાગરીક બેંકને લોન માટે મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા આદેશ

રાજકોટ નાગરીક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશનમાં કેસ કરવામાં આવેલ હતો જેમાં ફરિયાદીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા રાજકોટ નાગરિક બેંકને આદેશ કરેલ છે

મોરબીના વ્રજ સિરામિક પ્રા.લી. દ્વારા રાજકોટ નાગરીક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાએ  તેઓના વકીલ મયુર પી. પુજારા મારફતે મોરબી જીલ્લા ગ્રાહક તકરાર કોર્ટમાં ફરીયાદ કરી હતી અને બેંક દ્વારા એવો વાંધો લેવામાં આવ્યો હતો કે રમેશભાઈ ગંગોત્રી ગ્લેઝમાં જામીન તરીકે હોય તેઓની પ્રોપર્ટી મુકત કરી શકાય નહી.  જે કેસમાં રમેશભાઈ ભોરણીયાના વકીલની દલીલ તથા રજુ કરેલ પુરાવા ધ્યાને રાખીને ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા જે મીલ્કત મોર્ગેજ કરેલ હતી. તે મીલ્કત પરની લોન ભરપાઈ થઈ જવા છતા મિલ્કત રીલીઝ ન કરવી તે ગ્રાહકનું શોષણ કરવા સમાન છે અને અયોગ્ય વેપાર નીતી કહેવાય જેથી તેને અટકાવવી જોઈએ. જેથી મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશને રાજકોટ નાગરીક બેંકને વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા લેવાયેલ લોનના કામે જામીન તરીકે રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું મોર્ગેજ કરેલ મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવા માટે હુકમ કર્યો છે અને મુકત કર્યાનું લખાણ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાને હુકમના ૪૫ દિવસમાં આપવા આદેશ કરેલ છે આ કેસમાં ફરીયાદી રમેશભાઈ ભોરણીયા તરફે વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા






Latest News