મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE











મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય ? વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં મિલેટ જાડા ધાનનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે મિલેટનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ મિલેટનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં ગિબ્સન મિડલ સ્કૂલના સંચાલક ઠાકર તન્વીબેન જયદીપભાઈનો પ્રથમ નંબર આવ્યો હતો તેમજ વજેપરવાડી શાળાના કોમલબેન હર્ષદભાઈ અને ગોર ખીજડિયા શાળાના હેતલબેન મેસવાણીયા બંને માર્ક સરખા થતા ચિઠ્ઠી નાખી બીજો અને ત્રીજો નંબર નક્કી થતા હેતલબેનનો બીજો નંબર અને કોમલબેનનો ત્રીજો નંબર થયો હતો. આ સ્પર્ધામાં કૌશિકભાઈ ગામી, ખાખરીયાભાઈ, મયુરીબેન ઉપાધ્યાય, પાયલબેન ડાંગર, ઉમેશભાઈ પટેલ, કાળુભાઈ વી. પરમાર વગેરે હાજર રહ્યા હતા ત્યારે દિનેશભાઈ વડસોલા અને એ.બી.મકવાણાએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને વિજેતાના નામ જાહેર કરેલ હતા




Latest News