હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી ૫૫૨ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE













મોરબીના નવલખી રોડ શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી ૫૫૨ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા શ્રદ્ધા પાર્ક વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી હતી અને ત્યાં મકાનમાં સર્ચ દરમિયાન વિદેશી દારૂની ૫૫૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલમાં રૂા.૧,૮૪,૨૦૦ ની કિંમતના દારૂના જથ્થાની સાથે એક ઇસમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ છે તેમજ આ દારૂ મોકલનાર કોણ છે..? અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તે સહિતની દિશામાં બી ડિનિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી અને ડિવાયએસપી પી.એ.ઝાલા દ્વારા જિલ્લામાં કડકપણે દારૂબંધીનો અમલ કરાવવામાં આવે તેવી સ્ટાફને સૂચના આપવામાં આવેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડીયા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો.દરમિયાનમાં સ્ટાફના નરેન્દ્રભારથી ગોસ્વામી, વિજયભાઇ ચાવડા અને કિર્તિસિંહ બહાદુરસિંહને સંયુક્તપણે ખાનગી બાતમી મળી હતી કે નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા હરેન્દ્રસિંહ ઉર્ફે ભુરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા જાતે દરબાર (ઉ.વ.૪૩) મુળ રહે.મોટા દહીંસરા તા.માળીયા(મિં.) જી.મોરબી વાળાએ તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે તેથી ઉપરી અધીકારીને વાકેફ કરીને ઉપરોકત સ્થળએ રેડ કરવામાં આવતા ત્યાં મકાનમાંથી અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ મળીને વિદેશી દારૂની ૫૫૨ બોટલો મળી આવી હતી જેથી કુલ રૂા.૧,૮૪,૨૦૦ ના મુદામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી જ બુટલેગર હરેન્દ્રસિંહ ઉર્ફે ભુરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા જાતે દરબાર (ઉ.વ.૪૩) મુળ રહે.મોટા દહીંસરા તા.માળીયા(મિં.) જી.મોરબીની ધરપકડ કરીને તેની સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોહિબીશન એકટ મુજબ ગુનો દાખલ કરેલ છે.તેમજ તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં અને આ જથ્થો કોની પાસેથી આવ્યો તે દિશામાં તપાસ થાય તે પણ જરૂરી છે.આ રેડની કામગીરી પીએસઆઇ જે.એલ.ઝાલા, મદારસિહ મોરી,

ભગવાનભાઇ ખટાણા, નરેન્દ્રભારથી ગૌસ્વામી, વિજયભાઇ ચાવડા, સી.કે.પઢીયાર, ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ અને યોગેશદાન ગઢવીએ કરી હતી.

થરાદ પોલીસ તપાસ માટે મોરબી આવી

મોરબીના બે પટેલ યુવાનોની બનાસકાંઠા જિલ્લામાં બોડર ખાતેથી ડ્રાગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ત્યાં પકડાયેલા ઈસમ મોરબીના હોવાથી તે પૈકીના એકને રિમાંડ ઉપર મેળવીને તેને સાથે રાખીને મોરબીમાં તેના રહેણાંક ખાતે તેમજ અન્ય જગ્યાઓએ સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે થરાદ પોલીસ દ્વારા એનડીપીએસ ના ઉપરોક્ત ગુનામાં હાર્દિક ઠાકરશીભાઈ મોરડીયા જાતે પટેલ (ઉમર ૨૮) રહે.શ્રીજી પાર્ક સોસાયટી નવા બસ સ્ટેશન સામે શનાળા રોડ મોરબીની ગત તા.૧૨-૧૨-૨૩ ના રોજ રાત્રિના ૧૧ વાગે ધરપકડ કરવામાં આવી હતી અને તેને ત્યાં થરાદ ખાતેની કોર્ટમાં રજૂ કરવામાં આવતા હાર્દિક મોરડીયાને રિમાંડ ઉપર લેવા માટે કોર્ટે ફરમાન કરેલ હોય રિમાંડ દરમિયાન તેની તપાસ માટે થરાદ પોલીસ આરોપી હાર્દિક મોરડીયાને સાથે રાખીને મોરબી ખાતે તપાસ માટે આવી હતી અને તેની સાથે અન્ય કોઈ આ ડ્રગ્સના રેકેટમાં સામેલ છે કે કેમ તે દિશામાં આગળની તપાસ ચલાવી હતી.






Latest News