હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

બાહુબલી નેતાઓની ખેંચતાણનો અંત: મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે સાગર સદાતીયાની વરણી


SHARE













બાહુબલી નેતાઓની ખેંચતાણનો અંત: મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે સાગર સદાતીયાની વરણી

મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ મોરબી જિલ્લા યુવા ભાજપની ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી જાહેર થઈ શકી ન હતી અને તેને લઈને જિલ્લાથી લઈને પ્રદેશની નેતાગરી સુધી બાહુબલી નેતાઓ દ્વારા પોતાના લાગુ પડતા યુવા નેતાને પ્રમુખ પદે બેસાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા જોકે બાહુબલી નેતાઓ વચ્ચે ચાલતી ખેંચતાણનો અંત આવી ગયો છે અને મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે સાગર સદાતીયાની વરણી કરવામાં આવી છે તેની સાથોસાથ મોરબી જિલ્લા યુવા ભાજપના બે મહામંત્રી ના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે

મોરબી જિલ્લામાં રાજકીય નેતાઓ અને ખાસ કરીને બાહુબલી નેતાઓ વચ્ચે ચાલતી ખેંચતાણ જગ જાહેર છે તેવામાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ અન્ય જુદા જુદા મોરચાઓના પ્રમુખ જાહેર કરી દેવામાં આવ્યા હતા જોકે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ નું નામ અને ટીમ જાહેર કરવામાં આવી ન હતી અને છેલ્લા ઘણા મહિનાઓથી આજે યાદી જાહેર થશે કે કાલે યાદી જાહેર થશે તેમ અવઢવ ચાલતી હતી જોકે હાલમાં મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને બે મહામંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા છે જેથી લાંબા સમયથી બાહુબલી નેતાઓ વચ્ચે ચાલતી ખેંચતાણનો અંત આવ્યો હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને હાલમાં જેના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લા ભાજપ યુવા ભાજપના પ્રમુખ પદે સાગરભાઇ સદાતીયા તથા મહામંત્રી તરીકે તપનભાઈ દવે અને શક્તિસિંહ જાડેજા ની વરણી કરવામાં આવેલ છે અને આગામી સમયમાં બાકીની ટીમ નવા પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીએ છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે યુવા ભાજપની ટીમ ની મહત્વની ભૂમિકા રહેશે અને પાર્ટીને વફાદાર તેમજ ઉત્સાહી અને જોશીલા યુવાનને મોરબી જિલ્લા યુવા ભાજપનું પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે ત્યારે ભાજપની યુવા ટીમમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે






Latest News