મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE











વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મહાનુભાવોની  પ્રેરક ઉપસ્થિતિમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ રથ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના દેશના દરેક ખૂણે પહોંચાડી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ છે. ખુબ જ ઉપયોગી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે. સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મિશન મંગલમ્ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે વાલાસણ ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું 'ધરતી કહે પુકાર કે' અને 'વસુધૈવ કુટુમ્બકમ' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સરપંચ બસિરભાઈ કડીવાર, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણી સર્વશ્રી યુસુફભાઈ શેરસિયા, રમેશભાઈ વોરા, મજીદભાઈ કડિવાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News