મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે મકાનમાંથી દારૂની ૭૫ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE











માળીયા (મી)ના વવાણીયા ગામે મકાનમાંથી દારૂની ૭૫ બોટલ સાથે આરોપીની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૭૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ ૧૪,૩૦૦ ની કિંમતનો દારૂ કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વવાણીયા ગામે સાગરભાઇ સવસેટાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવી હતી જેમાં મોટી ૩૪ બોટલ તથા નાની ૪૧ બોટલનો સમાવેશ થાય છે આમ કુલ મળીને દારૂની ૭૫ બોટલ ઘરમાંથી મળી આવેલ હોય પોલીસે ૧૪,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ રામૈયાભાઈ સવસેટા (૨૮) રહે. વવાણીયા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સનાં ઘરમાંથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

વરલી જુગાર

હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જગાભાઈ મનુભાઈ પઢીયાર જાતે રજપુત (૬૩) રહે. નવા તળાવ પાસે ચરાડવા વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી ૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News