મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મધુવન સોસાયટીમાં ઘરમાંથી દારૂની ૮૩ બોટલ સાથે એકની ધરપકડ


SHARE











મોરબીની મધુવન સોસાયટીમાં ઘરમાંથી દારૂની ૮૩ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના મકાન નંબર-૫૧ માં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૮૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૮,૨૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ત્રાજપર પાસે આવેલ મધુવન સોસાયટીના મકાન નંબર-૫૧ માં રહેતા શિવરાજસિંહ જેઠવાના ઘરે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૮૩ બોટલો મળી આવતા પોલીસે ૨૮,૨૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શિવરાજસિંહ રાકેશકુમાર જેઠવા જાતે દરબાર (૨૪) રહે. મધુવન સોસાયટી, મકાન નંબર-૫૧ મોરબી મૂળ રહે. ગોસા જીલ્લો પોરબંદર વાળાની ધરપકડ કરીન મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાત બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી ફાટક નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની મોટી કુલ મળીને સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી તરુણભાઈ ઉર્ફે કિશન અરવિંદભાઈ આંકવીયા જાતે કોળી (૨૫) રહે. વાવડી રોડ સુમતિનાથ સોસાયટી ગ્રીનલેન્ડ પાર્ક શેરી નંબર-૪ મકાન નંબર-૮ મોરબી મૂળ રહે. હજનાળી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બેલા દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં સીરામીક કારખાના સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દીક્ષિતભાઈ વ્રજલાલ દુદકીયા જાતે.મિસ્ત્રી (૩૦) રહે. ત્રિલોકધામ સોસાયટી પીપળી ગામ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News