મોરબીના લાતી પ્લોટના કારખાનામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ: મોટું નુકશાન મોરબીમાં વહેલી સવારે કામ ઉપર જતા વૃદ્ધનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિય સહિતના આગેવાનો જોડાયા માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

ગાંધીના ગુજરાતમાં બુટલેગર દ્વારા થર્ટી ફસ્ટની તૈયારીઓ !: મોરબી પાસેથી ૫૯૬૪ બોટલ દારૂ ભરેલ ટેન્કર સાથે એકની ધરપકડ


SHARE













ગાંધીના ગુજરાતમાં બુટલેગર દ્વારા થર્ટી ફસ્ટની તૈયારીઓ !: મોરબી પાસેથી ૫૯૬૪ બોટલ દારૂ ભરેલ ટેન્કર સાથે એકની ધરપકડ

થર્ટી ફાસ્ટ નજીક આવતાની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર દારૂની રેલમ થતી હોય તેવું જોવા મળતું હોય છે અને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ગુજરાત તરફ મોકલાતો હોય છે ત્યારે મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ હકીકત આધારે મોરબીમાં માળીયા ફાટકના ઓવર બ્રિજ પાસે એલસીબીની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને જે ટેન્કરની બાતમી મળી હતી તે ટેન્કર ત્યાંથી પસાર થતાં તેને રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ટેન્કરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૫૯૬૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૯,૮૬,૪૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને ટેન્કર મળીને ૧૯.૯૫.૫૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ટેન્કર ચાલકની ધરપકડ કરેલ છે તેમજ ટેન્કરના માલિક, દારૂ મોકલાવનાર તથા દારૂ મંગાવનાર સહિતનાઓની સામે ગુનો નોંધી તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતના કોઈપણ જિલ્લાની અંદર માંગો તે દારૂ મળી જાય અથવા તો નસીલો પદાર્થ મળી જાય તેવો ઘાટ આજની તારીખે ગુજરાતના દરેક જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ઉપર દારૂની રેલમછેલમ થતી હોય બુટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી માલ પહોંચાડવા માટે થઈને દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મંગાવવામાં આવતો હોય છે અને દારૂને જુદી જુદી જગ્યાઓ સુધી પહોંચાડવા માટે યેનકેન પ્રકારે દારૂ વાહનોમાં ભરીને લઈ જવામાં આવતો હોય છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમના સુરેશભાઈ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા અને વિક્રમભાઈ કુંગસિયાને મળેલ ખાનગી હકીકત આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેથી પસાર થતાં માળિયા ફાટક ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી મળેલ બાતમી વાળું ટેન્કર નંબર જીજે ૧૨ બીવી ૧૦૭૮ પસાર થતા પોલીસે તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે આ ટેન્કરમાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે જેમાં ટેન્કરમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની નાની મોટી કુલ મળીને ૫૯૬૪ બોટલો મળી આવી હોય પોલીસે ૯,૮૬,૪૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો, ૫૫૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, ૩૬૬૦ રૂપિયા રોકડા અને દસ લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર આમ કુલ મળીને ૧૯,૯૫,૫૬૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને ટ્રકના ડ્રાઇવર લક્ષ્મણરામ જુંજારામ જાટ (૨૮) રહે. સરણુ ફોગીયાસરા મુંઢણો કી ઢાણી, બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં ટેન્કરના ચાલક, ટેન્કરના માલિક રહે. રાજસ્થાન, ટેન્કરમાં દારૂનો જથ્થો ભરીને મોકલાવનાર જયદીપ જાટ રહે. રાજસ્થાન, ઇંગલિશ દારૂનો આ જથ્થો મંગાવનાર અને તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે આ ગુનાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એમ. સગારકાને સોંપવામાં આવેલ છે






Latest News