હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ


SHARE













દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ

આગામી તા. ૨૩ અનર ૨૪ ડીસેમ્બરના  રોજ દ્વારકા ખાતે આહીરાણી મહારાસ યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા  આપવા માટે મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરું, ડૉ.હર્ષાબેન મોર, નીતાબેન હુંબલ, ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મોટા દહીસરા મુકામે  મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરાના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું આ તકે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના  સભ્યો અજયભાઈ ડાંગરરાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા હતા તેમજ વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજી ના ચરણોમા પણ આમંત્રણ પત્રીકા મૂકીને આમંત્રણ આપવામા આવ્યુ હતું ત્યારે રામબાઈ મા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ  ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું અને ત્યારે રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ દ્વારા ૧૧ હજારનું યોગદાન આપવામાં આવ્યું છે અને મહંત પ્રભુદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.






Latest News