ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ તેમજ જુના બેલા(આ.) ગામેથી બે સગીરાઓના અપહરણ


SHARE













મોરબીના ઘુંટુ રોડ તેમજ જુના બેલા(આ.) ગામેથી બે સગીરાઓના અપહરણ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બે જુદી જુદી જગ્યાઓએથી સગીરાઓના અપહરણ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિરામીક એકમમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પરિવારની સગીરાનું આદિવાસી શખ્સ દ્રારા અપહરણ કરવામાં આવ્યું હોય ફરિયાદ નોંધાવા પામી છે.તે રીતે જ મોરબી તાલુકાના જુના બેલા (આમરણ) ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને ખેતરમાંથી કામ કરતા સમયે અપહરણ કરી જવાતા ભોગ બનેલની માતા દ્રારા બનાવ અંગે ફરીયાદ નોંધાવાતા હાલ તાલુકા પોલીસ મથક દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અને હાલ મોરબીના સામાકાંઠે જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સુનીલ રૂપાભાઈ ગમાર જાતે આદિવાસી રહે.લાલપુરા તિમેચા તાલુકો સરદારપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ વાળો થોડા દિવસો પહેલા અપહરણ કરી ગયો હોય તે અંગે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્રારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ ખુમાનસિંહ વાળા દ્વારા આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકની કલમો હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપી સુનિલ આદિવાસીને પકડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જ્યારે મોરબી તાલુકાના જ જુના બેલા (આમરણ) ગામે રહેતા પરિવારની દિકરી ફાટસર ગામે આવેલ ખેતરે મજૂરી કામે ગયેલ હતી ત્યાંથી તેણીનું લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે જૂના બેલા ગામનો જ હૈદર રાણાભાઇ જામ જાતે મિંયાણા નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તે બાબતે પણ તાલુકા પોલીસ મથકના પીઆઇ ખુમાનસિંહ વાળા દ્વારા આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપી હૈદર જામને પકડવા માટે તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા જીવીબેન દેવજીભાઈ મકવાણા નામના ૮૧ વર્ષના વૃદ્ધા તેમના પૌત્રના બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી

બે ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના સામેના ભાગે રહેતા જ્યોતિબેન પ્રભુલાલ સોનગ્રા (૩૯) અને શીતલબેન પ્રભુલાલ સોનગ્રા (૧૭) ને મોરબીના વાવડી રોડ ઉપરથી ટુ-વ્હીલરમાં જતા સમયે ટુ-વ્હીલર સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થવૈથી જ્યોતિબેન અને શીતલબેનને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News