હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

કચ્છી હાથ વણાટ કારીગરોના પ્રતિનિધિ મંડળે હેન્ડીક્રાફ્ટને લગતા પ્રશ્નો મંત્રીને કરી રજૂઆત


SHARE













કચ્છી હાથ વણાટ કારીગરોના પ્રતિનિધિ મંડળે હેન્ડીક્રાફ્ટને લગતા પ્રશ્નો મંત્રીને કરી રજૂઆત

ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે વણકરભાઈ પ્રતિનિધિ મંડળ ભારત સરકારના ટેક્ષટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ ની રૂબરૂ મુલાકાત લઇ હેન્ડીક્રાફ્ટને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રતિનિધી મંડળ સાથે ટેક્ષટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ પાસે રજુઆત કરતાં જણાવ્યુ હતું કે, વિશ્વ વિખ્યાત કચ્છી શાલ ને હેન્ડલૂમ માં સમાવેશ કરેલ છે. જે કચ્છી શાલ આંગળી ના ટેરવા થી ડિઝાઇનો બનાવાય છે જે માત્ર પ્લેન કાપડ નથી શાલ પર વિશેષ ભરતકામ કરીને તેને બજાર માં મૂકવામાં આવે છે. તેથી કચ્છી શાલ ની ગણના હેન્ડીક્રાફ્ટ તરીકે કરવા વિગતવાર રજુઆત કરવામાં આવી હતી. કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે તેમની રજુઆત ની નોંધ લઇ તેમના પ્રશ્નનું ટુંક સમયમાં નિરાકરણ થશે તેવી ખાત્રી આપી હતી.

હાથ વણાટને જીયોગ્રાફિકલ ઈન્ડીકેશન (GI) ટેગ મળેલ છે. તેવી કચ્છી શાલના વણાટ પ્રતિનિધિ મંડળે જણાવતા મંત્રીએ તેમને દરેક હેન્ડીક્રાફ્ટ - હાથ વણાટ ના ઉપર GI ટેગ લગાડવાનું સૂચન કર્યું હતું. ટેક્ષટાઇલ રાજયમંત્રીને કારીગર પ્રતિનિધિ મંડળ તથા સાંસદએ કચ્છ પધારવા તથા કલા નિરીક્ષણ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા સાથે પ્રતિનિધિ મંડળમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગાભુભાઇ વણકર, નાનજીભાઇ વણકર, શામજીભાઇ વણકર, તથા ભુજોડી સુતર ઉન હાથ વણાટ સહકારી મંડળીના પ્રમુખ પ્રેમજીભાઇ મંગરીયા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News