મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે


SHARE







મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વાઘરવા ગામે શ્રી દરિયાલાલ દાદા મંદિરનું મંદિર આવેલ છે ત્યાં દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેના માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જોકે, તેનું વિસ્તરણ કરીને હવે ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે જેના માટે મોરબીના જલારામ મંદિરે આગામી રવિવારે મિટિંગ રાખવામા આવેલ છે

બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાનું કૃપાથી વાધરવા મુકામે દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જેનું વિસ્તરણ કરીને ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે. અને આ માટેની મિટીંગ આગામી તા.ર૪/૧૨ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામા આવેલ છે આ મિટીંગમાં ૨૧ સભ્યોની નિમણુંક કરી શ્રી દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ કરવું, બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાના મંદિરમાં જરૂરી વિકાસના કાર્યો કરવા, દર માસે બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, વાધરવા ખાતે આવેલ ધર્મશાળાનું યોગ્ય રીનોવેશન કરી ભોજનની તથા રહેવાની વ્યવસ્થા કરવી જેથી બહારગામથી આવતા લોકોને સગવડતા મળી રહે તે માટેના મુખ્ય એજન્ડા રાખવામા આવેલ છે જેથી કરીને આ તકે બહોળી સંખ્યામાં સમાજના લોકોને હાજરી આપવા માટે જલારામ પ્રાર્થના મંદિર અને દરિયાલાલ ઉત્સવ સમિતીના હોદેદારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવેલ છે અને મિટીંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે






Latest News