મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોરબીના વિવેકભાઈ શુકલનું કરાયું સન્માન


SHARE











સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોરબીના વિવેકભાઈ શુકલનું કરાયું સન્માન

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ- ૨૦૨૩ નું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું જેમાં સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદીરના શિક્ષક/આચાર્ય વિવેકભાઈ મનોજભાઈ શુકલનું સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું હાલમાં સાર્થક વિદ્યામંદિરના પ્રાથમિક વિભાગના પ્રાધાનાચાર્ય શુક્લ વિવેકભાઈ મનોજભાઈએ સંસ્કૃત વિષયમાં એમ.એ. ની ડીગ્રી લીધેલ છે અને તેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હોવાથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડના હસ્તે સુવર્ણચંદ્રક તેમજ રજતચંદ્રક તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું જેથી સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસ તેમજ સંસ્કૃત કાર્યો માટે સમગ્ર બ્રહ્મ સમાજ મોરબી, શાળા તેમજ કુટુંબ પરિવાર તરફથી તેમને શુભકામનાઓ આપવામાં આવી છે




Latest News