મોરબીના માંડલ પાસે બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
મોરબીના માંડલ પાસે બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતો યુવાન બાઈક લઈને મોરબી નજીકના માંડલ ગામ પાસે સિરામિક કારખાના પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને તેની સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નવજીવન સોસાયટીમાં રાધે એપાર્ટમેન્ટ ખાતે રહેતા યાજ્ઞિકભાઈ પ્રજ્ઞેશભાઈ લોરીયા (૨૨) નામનો યુવાન બાઇકમાં મોરબીના માંડલ ગામ પાસે આવેલ લક્ષગ્રેસ સીરામીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને બાઈક ખુટીયા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત બનાવમાં યાજ્ઞિકભાઈને ઈજાઓ થતાં તેને શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામે રહેતા સરોજબેન વિરમભાઈ ગોહેલ (૪૭) નામના મહિલા તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા સરોજબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે
રિક્ષા પલટી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા અને લૂંટાવદર ગામ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે વળાંકમાં રીક્ષા પલટી મારી જતા અલ્તાફ બરકતભાઈ પીરાણી (૪૫) રહે. ખોજા સોસાયટી ફનવર્લ્ડ પાછળ કંડલા બાયપાસ રોડ મોરબી વાળાને ઇજા હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના રંગપર ગામે સોમનાથ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં રહેતા રતનબેન વિનાભાઈ વાજલીયા (૪૦), રમેશભાઈ પવાભાઈ વાઘેલા (૪૫) અને ચંપાબેન જગાભાઈ વાઘેલા (૪૫)ને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ત્રણેય વ્યક્તિઓને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે









