મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીની હત્યાના કેસમાં પતિનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પત્નીની હત્યાના કેસમાં પતિનો નિર્દોષ છુટકારો

મોરબીના વિસીપરા વિસ્તારમાં પતિ અને પત્નીને માથાકૂટ થતા પતિએ પત્નીને માર માર્યો હતો અને ગંભીર ઈજા થતાં મહિલાનું મોત થયું હતી અને બનાવ હત્યામાં પટલયો હતો તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી પતિ વિરુદ્ધ કેસ સાબિત ન થતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા આદેશ કરેલ છે

મોરબી બી ડીવીઝન ખાતે તા. ૨૦-૦૫-૨૦૨૨ ના રોજ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી અનવરશા ખમીશા શેખ દ્વારા ફરિયાદીની દીકરી હલીમાબેન પર શંકા કુશંકા કરી મારઝૂડ કરી ગંભીર ઈજા કરી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબી લીગલ એઇડ. ડીફેન્સ કાઉન્સેલ ચીફ શબાના એમ. ખોખર રોકાયેલ હતા અને કેસ મોરબીના મહે. બીજા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતાં ચીફ લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈને તેમજ આરોપી વિરુદ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી અનવરશા ખમીશા શેખને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઇડ વિભાગના લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલના ચીફ શબાના એમ. ખોખર, જિંકલ રાજકોટિયા અને મયુર પઢીયાર રોકાયેલ હતા




Latest News