હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડેમીમાં અંગદાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો


SHARE













મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડેમીમાં અંગદાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો

કોઈપણ એક વ્યક્તિનું અંગદાન કરવામાં આવે એટ્લે એક કે બે નહીં પંરતુ સાત વ્યક્તિને નવજીવન મળી શકે છે જેથી કરીને છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ આવે તેના માટે થઈને જુદીજુદી જગ્યાએ સેમિનાર કરવામાં આવે છે તેવામાં તેજતરમા મોરબી નજીક આવેલ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપદાદા દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ વિષેની માહિત આપવામાં આવી હતી ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ અંગદાન કરે ત્યાર બાદ તેના પર સર્જરી કરીને તેના કોઈપણ અંગને કાઢીને જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયાને અંગદાન કહેવામાં આવે છે. અને અંગદાન મૃત્યુ પામ્યા પછી નહીં પરંતુ જીવિત વ્યક્તિ જ કરી શકે છે અને જે વ્યક્તિનું બ્રેન ડેડ થઈ જાય છે તેના પરિવારજનની સંમતિ સાથે અંગદાન કરવામાં આવતું હોય છે વધુમાં જણાવ્યુ હતુ કે, જીવતી વ્યક્તિ શરીરનાં અમુક અંગ, જેમ કે કિડની, બોનમેરોનું દાન કરી શકે છે તેવી જ રીતે બ્રેઈનડેડ વ્યક્તિ કિડની, લિવર, ફેફસાં, સ્વાદુપિંડ, અંડાશય, આંખો, હાડકાં અને ત્વચાને દાન કરી શકે છે અને તે બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે આટલું જ નહીં જે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોય તે વ્યક્તિ જ અંગદાન કરી શકે છે. કોઈપણ વ્યક્તિને એચ.આઈ.વી., કેન્સર, હાર્ટ અને ફેફસાંની બીમારી જેવી લાંબી બીમારી હોય તો તે અંગદાન કરી શકતા નથી






Latest News