હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટીમ સ્પીરીટ: મોરબીમાં પોલીસ-પત્રકારોની વચ્ચે યોજાયેલ ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં પોલીસની ટીમનો વિજય


SHARE













ટીમ સ્પીરીટ: મોરબીમાં પોલીસ-પત્રકારોની વચ્ચે યોજાયેલ ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં પોલીસની ટીમનો વિજય

સામાન્ય રીતે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત માનસિક તણાવ હેઠળ કામગીરી કરે છે ત્યારે પોલીસ વિભાગની ટીમ સ્પીરીટ જળવાઈ રહે અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેની સાંકળ વધુ મજબૂત બને તે માટે થઈને સમયાંતરે જુદી જુદી રમતગમત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં મોરબી નજીકના મકનસર ગામે આવેલ પોલીસ હેડ કવાર્ટરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસ-પબ્લિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારે રસાકસી બાદ પત્રકાર સાથેની ફ્રેન્ડલી મેચમાં પોલીસની ટીમે વિજય થયો હતો. મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે ત્યાં પોલીસ પબ્લિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની ગઇકાલે બુધવાર સાંજે એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં ઓપનિંગ સેરેમની રાખવામા આવી હતી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લામાંથી જુદા જુદા પોલીસ મથકો અને જુદી જુદી શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારી ઉપરાંત દરેક ટીમમાં ચાર બહારના સાર ખેલાડીને લેવામાં આવેલ છે ત્યારે પોલીસ અને પત્રકારોની ટિમ તેમજ પોલીસ અને ડોક્ટરોની ટીમ વચ્ચે બે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અને પત્રકારોની ટીમ વચ્ચેના મેચમાં ભારે રસાકસી વચ્ચે પોલીસની ટીમ વિજેતા બની હતી  અત્રે ઉલેખનીય છે કે પોલીસની ટીમમાંથી વાંકાનેર સિટીના પીઆઇ દ્વારા અર્ધી સદી ફટકારવામાં આવતા દસ ઓવરમાં ટીમનો સ્કોર ૧૧૦ થયો હતો જો કે, ટાર્ગેટ સુધી પહોચવા માટે પત્રકારોની ટીમમાંથી અંકિત પટેલે ૩૮ રન ફટકાર્યા હતા અને ટીમનો કુલ સ્કોર ૭૦ રન થયો હતો આ ફ્રેન્ડલી મેચમાં બંને ટીમને રમવાનું ખૂબ મજા પડી હતી ત્યાર બાદ વિજેતા ટિમો સહિત ચારેય ટીમના કેપ્ટન તેમજ મેચમાં સારો દેખાવા કરનારા ખેલાડીઓને અધિકારીઓના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.






Latest News