હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રિસામણે બેઠેલ દીકરીને સાસરે જવાનું માતાએ કહેતા અનંતની વાટ પકડી


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે રિસામણે બેઠેલ દીકરીને સાસરે જવાનું માતાએ કહેતા અનંતની વાટ પકડી

મોરબી નજીકના રફાળેશ્વર ગામે બાપા સીતારામ શેરી ખાતે માવતરના ઘરે રિસામણે બેઠેલા પરણીતાએ પિતાના ઘરે હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને રિસામણે બેઠેલ પરણીતાને તેની માતાએ સાસરે જવા માટે કહ્યું હતું જેથી તેને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હોવાનું પરિવારે જણાવ્યુ હોય તેની પોલીસે નોધ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ ખાતે બાપા સીતારામ શેરીમાં પોતાના માવતરના ઘરે રહેતા પૂજાબેન અરવિંદભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૨૮) છેલ્લા છ મહિનાથી પોતાના માવતરને ત્યાં રીસામણે બેઠેલ છે અને તેની ત્રણ વર્ષની દીકરી તેના પતિ પાસે છે દરમિયાન મૃતક પરણીતાને તેની માતાએ સાસરે જવા માટે થઈને કહ્યું હતું અને જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક પરણીતા છેલ્લા છ મહિનાથી પોતાના માવતરને ત્યાં રિસામણે બેઠેલ છે અને તેની માતાએ તેને સાસરે જવા માટે તેને કહ્યું હતું જે બાબતે લાગી આવતા તેને આ પગલું ભરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં
મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સાવરીયા નામના ૨૭ વર્ષના યુવાને તેના ઘરે જાતે હાથ અને ગળાના ભાગે છરકા મારતા તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ ત્યાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ ઉપરોક્ત બનાવના કારણ બાબતે સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મારામારીમાં આધેડ મહિલા ઇજાગ્રસ્ત
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરીમાં રહેતા હંસાબેન પંકજભાઈ મહેતા નામના ૫૦ વર્ષીય મહિલા કામ સબબ મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા.ત્યારે ત્યાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બાદમાં બનાવની બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્ટાફ વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવેલ છે.  






Latest News