હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલા રાજકોટ સારવારમાં


SHARE













હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલા રાજકોટ સારવારમાં

હળવદ તાલુકાના દીઘડિયા ગામે વાડીએ રહેતી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને ત્યાં તે આઈસીયુમાં સારવાર હેઠળ છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના પીપળી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામે ટીંબા ભગવાનની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કૈલાશબેન વિજયભાઈ બામણીયા (૧૯) નામની પરણીતા વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને ત્યાં તે મહિલા આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે પરણીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસતા જ કરવામાં આવશે

માતા-પુત્ર સારવારમાં

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળના ભાગે આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન ગૌતમભાઈ વાણીયા (ઉમર ૩૬) તથા અજય ગૌતમભાઈ વાણીયા (ઉમર ૧૩) ને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ લવાયા હતા અને ત્યાંથી પોલીસને જાણ કરાતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરએ બનાવનૈ કારણ બાબતે આગળની તપાસ શરૂ કરી છે.

બાળક સારવારમાં
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામેના ભાગે આવેલ વિદ્યુતનગરના ઢાળ પાસે રિક્ષામાં રમતા સમયે નીચે પડી જતા ઇજા પામેલ હાજી ઈકબાલભાઈ મોવર (ઉમર ૮) રહે.અંજીયાસર તાલુકો માળીયા મીંયાણા નામના બાળકને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના રાજેશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાવડી ચોકડી પાસે રહેતા પરિવારની ભૂમિકાબેન નિલેશભાઈ કંજારીયા નામની ૧૩ વર્ષની બાળકીને વાવડી ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેણીને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.

બાઈક સાથે બાઈક ટકરાતા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા નામના ૨૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે નિલેશભાઈ બારૈયા વાવડી ચોકડી તરફ જતા રસ્તેથી બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં પંચાસર રોડ ઉપર સ્મશાન નજીક તેમના બાઇક સાથે અન્ય બાઇક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેઓને ઈજા થતાં દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News