મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ૪૬,૬૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ૪૬,૬૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તારમાં શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૬,૬૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકો પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તારમાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા જાતે દરબાર (૪૫) રહે. ફાટસર, વસંતભાઈ ઓધવજીભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૪૦) રહે. ડાયમંડનગર, પ્રવીણભાઈ રાઘવજીભાઈ લીખીયા જાતે પટેલ (૫૦) રહે. ડાયમંડનગર, નરેન્દ્રભાઈ બાબુભાઈ ગાંભવા જાતે પટેલ (૪૦) રહે. ડાયમંડનગર અને દયાલજીભાઈ ગોવિંદભાઈ ચોટલીયા જાતે કડિયા (૫૩) રહે. ફાટસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૪૬,૬૦૦ કબજે કર્યા હતા અને જુગારધારા હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

હળવદમાં ખત્રીવાડના નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રકાશભાઈ મહિપતભાઈ વાઢેર જાતે બ્રહ્મક્ષત્રિય (૩૨) રહે. ખત્રીવાડ હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૩૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News