મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનો ઝુલતો પુલ કોના કહેવાથી ખુલ્લો મુકાયો, પુલની માલિકી કોની ? તે મુદા હવે કોર્ટમાં ઉઠશે: વિકટીમ એસો.ના વકીલ ઉત્કર્ષ દવે


SHARE







મોરબીનો ઝુલતો પુલ કોના કહેવાથી ખુલ્લો મુકાયો, પુલની માલિકી કોની ? તે મુદા હવે કોર્ટમાં ઉઠશે: વિકટીમ એસો.ના વકીલ ઉત્કર્ષ દવે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાના કારણે જે લોકોના પરિવારજનોના મૃત્યુ થયા છે તેમના દ્વારા વિકટીમ એસોસીએશન બનાવવામાં આવ્યું છે અને આ વીકટીમ એસોસીએશનના નેજા હેઠળ હાલમાં ન્યાય માટે થઈને લડાઈ કરવામાં આવી રહી છે અને તેઓના વકીલ ઉત્કર્ષ દવે ગઈકાલે મોરબી આવ્યા હતા અને ત્યારે ભોગ બનેલા પરિવારના લોકોને મળ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, આ લડાઈ ખૂબ લાંબી છે અને અંત સુધી મક્કમ રહેવાનું છે અને ખાસ કરીને હાઇકોર્ટમાંથી જયસુખ પટેલના જામીન અરજી રદ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમણે જામીન ન મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં પણ પહેલા અરજદારોને સાંભળવામાં આવે તે માટેની કેવિએટ દાખલ કરી દેવામાં આવી છે તે અંગેની માહિતી આપી હતી અને આ કેસની જે તપાસ કરવામાં આવી છે તેની સામે પણ સવાલો ઊભા કર્યા હતા

મોરબીમાં તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો અને જુલતો પુલ તૂટી પડવાના કારણે ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને જે તે સમયે આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીના ટિકિટ ક્લાર્ક, સિક્યુરિટી ગાર્ડ આમ કુલ મળીને છ વ્યક્તિઓને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે જોકે, ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ, પુલનું મેન્ટેનન્સ કામ કરનાર તથા ઓરેવા કંપનીના મેનેજર સહિતના આરોપીઓ હજુ મોરબીની જેલમાં છે

દરમિયાન જયસુખભાઈ પટેલ દ્વારા હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે જે અરજી કરવામાં આવી હતી તે અરજીને નામંજૂર કરવામાં આવી છે ત્યારબાદ ઝૂલતા પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તો દ્વારા જે વિકટીમ એસો. બનાવવામાં આવ્યું છે તેના વતી હાઇકોર્ટમાં અને મોરબીની સેશન્સ કોર્ટમાં કેસ લડી રહેલા વકીલ ઉત્કર્ષ દવે મોરબી આવ્યા હતા અને વિકટીમ એસો. સાથે જોડાયેલા તમામ પરિવારના લોકોને મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ તથાગત બૌદ્ધ હોલ ખાતે મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને મોરબીની કોર્ટમાં અત્યાર સુધી કઈ પ્રકારની રજૂઆતો અને દલીલો કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી અને તેની સાથો સાથ આગામી સમયમાં આ લડાઈ લાંબી ચાલવાની છે અંત સુધી મક્કમ રહેવાનું છે અને ન્યાય ચોક્કસ મળશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી

વધુમાં ઉત્કર્ષ દવેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં જયસુખભાઈ પટેલ દ્વારા જે જામીન અરજી મૂકવામાં આવી હતી તે સંદર્ભમાં આ ગુનાની ગંભીરતા તેમજ અગાઉ જે લોકોને જામીન મળ્યા છે તેને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરીને જે અરજી કરવામાં આવી હતી તેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ બધી નાની માછલીઓ છે ત્યારે હાઇકોર્ટમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની દલીલ દરમિયાન શું આ નાની માછલી છે તેઓ પ્રશ્ન કરવામાં આવ્યો હતો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જયસુખ પટેલની જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે

તેમને વધુમાં જણાવ્યું હતું કે આ કેસની તપાસ દરમિયાન સાડા ત્રણસો જેટલા સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે જે જાણી જોઈને ઊભા કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી છે અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા તે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં આ પુલ કોના કહેવાથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? પુલની માલિકી કોની ? તે સહિતની બાબતોના મુદ્દા હવે કોર્ટમાં આવનારી સુનાવણી અને દલીલ દરમિયાન ઉઠશે તેવો પણ સંકેત વિકટીમ એસોસિએશનના વકીલ તરફથી આપવામાં આવ્યો હતો






Latest News