મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

લગ્ન-કંપનીમાં કામ કરવાની લાલચ આપી મોરબી લાવીને બે બે કિશોરીને તરછોડી દીધી !


SHARE











લગ્ન-કંપનીમાં કામ કરવાની લાલચ આપી મોરબી લાવીને બે બે કિશોરીને તરછોડી દીધી !

મોરબીમાં અભયમની ટીમને કિશોરીનો ફોન આવેલ હતો કે લગ્નની તેમજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી બંને કિશોરીને અહીંયા લઈ આવી મૂકીને જતા રહેલ છે જેથી કરીને ૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ભારતીબેન, પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે બંને કિશોરી સુધી પહોંચે સૌપ્રથમ તે બંને કિશોરીને  સાંત્વના આપેલ હતી ત્યારબાદ બંને કિશોરીનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે, તેઓ ઝારખંડના હોય ત્યાંના એક યુવક સાથે થોડા ટાઈમ થાય ફોન દ્વારા વાતો કરતા હોય ત્યારબાદ તે યુવક  કિશોરીને  તેમજ તેમની બહેનને લગ્ન તેમજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી ઘરેથી લઈ આવેલ હતો અને અહીંયા લાવી મૂકીને જતા રહેલ છે ત્યાર બાદ બંને કિશોરીને  સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપેલ અને સમજાવેલ કે હવે પછી માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ જોડે આવી રીતે ઘરેથી ના નીકળવા માટે સમજાવેલ ત્યારબાદ તેમના માતા-પિતાનો ફોન દ્વારા કોન્ટેક કરવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમનો ફોન બંધ આવતો હોવાથી બંને કિશોરીને  હાલ આશ્રય તેમજ લાંબા ગાળાનું કાઉન્સિલિંગની જરૂર હોવાથી બંને કિશોરીને   સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ  છે




Latest News