મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા પ્રદેશ પ્રમુખને સહાય માટેના ફોર્મ જમા કરાવાયા
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા પ્રદેશ પ્રમુખને સહાય માટેના ફોર્મ જમા કરાવાયા
મોરબી જિલ્લા કોરોના દરમ્યાન મૃત્યુ પામેલા લોકોના ફોર્મ કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જઈને પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા તેમજ વિરોઘ પક્ષના નેતા પરેસભાઇ ધાનાણી તેમજ કાર્યકરી પ્રમુખ હાર્દિકભાઇ પટેલની હાજરીમા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા કોરોનામા અવસાન પામેલ હોય તેઓને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય મળે તે માટેના ફોર્મ જમા કરાવવામાં આવેલ છે આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા