વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત
SHARE









મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત
મોરબી જિલ્લાના બગથળા- કાંતિપૂર ફીડરમાં વારંવાર વીજ કાપ આવે છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ મુદે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડર માં ઘણી નાની નાની ફેક્ટરીઓ આવેલ છે હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે અને અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે નાની નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબજ તકલિફ પડે છે. અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. જેથી આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવું કરવા માંગ કરેલ છે
