મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હરિયાણાથી ગુમ થયેલો તરૂણ મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી મળ્યો


SHARE







હરિયાણાથી ગુમ થયેલો તરૂણ મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી મળ્યો

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતેથી એક તરૂણવયનો બાળક મળી આવ્યો હતો અને સામે આવ્યુ હતું કે તે બાળક હરિયાણાથી ગુમ થયો હતો.હાલ તે બાબતે નોંધ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો પ્રમાણે હરિયાણાના ગુરૂગ્રામ થાના મદરૂસા તાલુકો ભીંટીના રામનીલ વિસ્તારનો રહેવાસી દેવ બદરીભાઇ તિવારી નામનો ૧૬ વર્ષનો બાળક મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવ્યો હતો અને તે વાતની જાણ થતા હરિયાણાના બાદશાહપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કપિલ તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશનેથી મળી આવેલા દેવ બદરીભાઈ તવારી નામના ૧૬ વર્ષના બાળકને તેઓના સાથે લઈ ગયા હતા.ત્યાં તેમના પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે અપહરણનો ગુનો નોંધાયો હતો.

છત ઉપરથી ધક્કો મારતા યુવાન ઇજાગ્રસ્ત

મોરબીના પીપળીયા ચોકડી તરફથી સરવળ ગામ તરફ જતા રસ્તે માળીયા હાઇવે ઉપર આવેલ એવેન્ઝા સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયકુમાર બહીરામ નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને જેથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તે છાત ઉપર હતો ત્યારે તેને કોઇએ ધક્કો મારી દેતા તે નીચે પડી ગયો હતો. જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને આ બાબતે માળિયા પોલીસ મથકમાં જાણ કરી હતી.આ બાબતે ત્યાં પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે નશાની હાલતમાં રહેલા બે યુવાનો પૈકીના એક યુવાને અન્ય યુવાને ધક્કો મારી દીધો હોવાથી તે નીચે પડી ગયો હતો જોકે ઈજા પામેલ યુવક હાલ પોતાના વતન ચાલ્યો ગયો હોય તે દિશામાં માળીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બાળક-મહિલા સારવારમાં

હળવદ તાલુકાના ઇસનપુર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા સોમાભાઈ દિલીપભાઈ આદિવાસીનો દોઢ વર્ષનો પુત્ર ગણેશ રમતા રમતા કોઈ ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી વિસ્તારમાં રહેતા જયશ્રીબેન ભુદરભાઈ નકુમ નામની ૩૫ વર્ષની મહિલા તેના ઘરે સુતી હતી ત્યારે કોઈ જંતુ-જનાવર પીઠના ભાગે કરડી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવો બાબતે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે નોંધ કરીને તપાસ કરી હતી. જ્યારે ટંકારા તાલુકાના ગણેશપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ મચ્છા જાતે આદિવાસીના પાંચ વર્ષના પુત્ર અશોકને વાડી વિસ્તારમાં કોઈ જનાવર કરડી જતા તેને પણ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.






Latest News