હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા જેવી વાતમાં થયેલી મારામારીમાં બે મહિલાઓ સામે કાર્યવાહી


SHARE













મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા જેવી વાતમાં થયેલી મારામારીમાં બે મહિલાઓ સામે કાર્યવાહી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેસ અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપ સી-૪ માં રહેતા વર્ષાબેન દલપતભાઈ મકવાણા (ઉમર ૨૮) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિલાસબેન પાર્થભાઈ સોની અને મુન્નીબેન બાબુભાઈ રાજપુત રહે.બંને અંબાજી ટાઉનશિપ અમરેલી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, આરોપીઓ તેમની પાડોશમાં રહે છે અને પોતાના ઘરની બહાર શેરીમાં આરસીસી રોડ ઉપર વધુ પાણી ઢોળતા હોય ફરીયાદી વર્ષાબેને પાણી ઢોળવાની ના પાડી હતી જેથી કરીને આરોપીઓએ તેમને ગાળો આપી હતી અને વિલાસબેને છૂટા પથ્થરનો ઘા કરી ફરિયાદી મહિલાને ડાબા હાથમાં ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર બાદ બે મહિલાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેના આધારે પોલીસે હાલમાં વિલાસબેન પાર્થભાઇ દિલીપભાઈ પૈડા જાતે મિસ્ત્રી (૪૦) રહે.વીસીપરા મોરબી તેમજ કપિલાબેન ઉર્ફે મુન્નીબેન બાબુભાઈ પરમાર જાતે રાજપુત (૩૬) હાલ રહે.અમરેલી રોડ વીસીપરા મોરબી મૂળ ઉદેર તાલુકો ખંભાત જીલ્લો આણંદને સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા ઉપરોકત બનાવ બાબતે નિવેદન નોંઝીને નોટીસ આપવામાં આવી હતી.જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઇ હોય તેવા બનાવોમાં કોર્ટનો હુકમ હોવાથી ધરપકડ નથી કરવામાં આવતી અને પુછપરછ કરી નિવેદન નોંધીને નોટીસ આપીને જામીન મુકત કરવામાં આવતા હોય છે તેમ પોલીસ સુત્રોએ માહીતી આપતા જણાવેલ છે.

ડમ્પર ચાલકે બાઇકને હડફેટ લેતા યુનાનને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે રહેતા સુરેન્દ્રપ્રસાદ મહાવીરપ્રસાદ નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં લખધીરપુર રોડના વણાંક પાસે અજાણ્યા ડમ્પર ચાલકે તેના બાઈકને હળફેટે લેતા ઇજા પામેલ સુરેન્દ્રપ્રસાદને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

આધેડ મહિલા-યુવાન ઈજાગ્રસ્ત

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા પ્રભાબેન વલ્લભભાઈ બારૈયા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ઘર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા તેઓને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના સામેકાંઠે વરિયાનગર વિસ્તારમાં રહેતા આનંદભાઈ તેજમહેલભાઈ રાહેરીયા નામનો ૪૨ વર્ષનો યુવાન તેના સોસાયટી વિસ્તારમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને પણ ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો ઉપરોક્ત બંને બનાવો બાબતે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.






Latest News