મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે લૂંટના ગુનાના આરોપીની કરી ધરપકડ: પાસા હેઠળ એક આરોપી જેલ હવાલે


SHARE







મોરબી એલસીબીની ટીમે લૂંટના ગુનાના આરોપીની કરી ધરપકડ: પાસા હેઠળ એક આરોપી જેલ હવાલે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં દારૂના ગુનામાં સંડોવાયેલ વાંકાનેરના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ ના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો તે આરોપીની હાલમાં મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લામાંથી મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ધરપકડ કરેલ છે આ અંગે પેરોલ ફર્લો સ્કવોડના ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હક્કિત આધારે નાસતો ફરતો આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા જાતે અનુજનજાતી રહે. કોયાધરીયા જિલ્લો જાંબુઆ વાળો તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ હકીકત મળતા ત્યાં જઈને આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

મોરબી જિલ્લા એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલ વિશાલ મંછારામ ગોંડલીયા રહે. યજ્ઞપુરૂષનગર (ગારીયા) તાલુકો વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતું જેથી આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા જાતે બાવાજી (૨૩) ની તા તા.૨૨/૧૨ ના રોજ લીલાપર ચોકડી ખાતેથી પકડી તેની ધરપકડ કરીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News