હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા

મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે અને ચીફ ઓફિસર પણ મૂકવામાં આવ્યા છે જોકે, લોકોની સુખાકારી માટે ભાજપના ધારાસભ્ય અમૃતિયા હાલમાં પાલિકાની કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા છે તેવામાં પાલિકા ખાતે ધારાસભ્ય દ્વારા વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી અને મોરબીમાં નવા રોડ રસ્તા માટે ૧૦ કરોડ મંજુર કરવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને વર્ષો સુધી ન તૂટે તેવા રોડ મોરબીમાં બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રવાપર અને પંચાસર રોડ ખોદીને નવા બનાવવામાં આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી પાલિકા ખાતે વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી હતી ત્યાર બાદ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીમાં આગામી સમયમાં રોડ સહિતના વિકાસ કામો કરવાના છે તેમાં ૧૦૦ ટકા સારી ક્વોલિટીના કામ કરવાના છે અને પ્રજાનો કે સરકારનો એકપણ રૂપિયો ખોટો ન વપરાય તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે વધુમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં નવા રોડ માટે ૧૦ કરોડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે રોડ ઉપર રોડ નહીં પરંતુ જૂના રોડ તોડીને નવા રોડ સારી ગુણવતાના બનાવવા માટે કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ટકોર કરી હતી

આગામી સમયમાં રવાપર રોડ, પંચાસર રોડ, ભક્તિનગર સર્કલ પાસે યદુનંદન, નીલકંઠ સોસાયટી, પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટી, દલવાડી સર્કલથી આવાસ યોજનાનો રસ્તો, સામાકાંઠે પાવન પાર્કનો મેઈન રોડ, વીસીપરાના વિવિધ રોડ, તખ્તસિંહજી, કંસારા શેરી વિગેરે ઉપર પેવર બ્લોક, સીસીરોડ અને ડામર રોડના કામ કરવામાં આવનાર છે અને જયારે કામ કરવામાં આવે ત્યારે વેપારીઓ અને સ્થાનિક લોકોને ધીરજ રાખવા તેમજ અધિકારીઓને ધ્યાન આપવા ધારાસભ્યે જણાવ્યુ છે

વધુમાં પાલિકાના વહીવટીદાર એન.કે. મુછારે જણાવ્યું હતું કે, ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ રોડ સારા બને તે માટે પાલિકા કટીબદ્ધ છે અને આ કામો માટે ટેન્ડર મજૂર કરી એજન્સીઓ ફાઇનલ કરી છે. તેમજ નવા રોડના કામોમાં ટ્રાફિક ન થાય તેમજ બીજા કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે રીતે કરવામાં આવશે જ્યારે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ૧૦ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે આ કામો નિયમો મુજબ અને સમયસર થાય તે માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરેલ છે






Latest News