મોરબીના શનાળા રોડે સોના-ચાંદીના દાગીના અને રોકડા મળીને ૫૩,૦૦૦ ના મુદ્દામાલની ચોરી
મોરબીમાં કાલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને ભવ્ય સ્મરણાંજલીના ભાગરૂપે રાજ્યપાલની હાજરીમાં ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ યોજાશે
SHARE
મોરબીમાં કાલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને ભવ્ય સ્મરણાંજલીના ભાગરૂપે રાજ્યપાલની હાજરીમાં ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ યોજાશે
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેમ કે, મોરબી જિલ્લાના પનોતા પુત્ર અને ભારત વર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતીને ધ્યાનમાં રાખીને મોરબીના આંગણે ગુજરાતમાં પ્રથમ વખત ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર અને ઘુનડા રોડ ઉપર આ મહાયજ્ઞ આવતી કાલે તા ૨૪ ના રોજ ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં થવાનો છે ત્યારે મોરબીમાં યોજાનાર ધર્મસભા અને મહાપ્રસાદનો લાભ લેવા માટે સમગ્ર મોરબી જીલ્લાની ધર્મપ્રેમી જનતાને આયોજકોએ આમંત્રણ આપેલ છે.
મોરબીવાસીઓએ છેલ્લા વર્ષોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો જોયા હશે અને તેમાં ભાગ પણ લીધો હશે જો કે, આપણી વાસ્તવિક ,પ્રાચીન, સનાતન, સંસ્કૃતિની ધરોહર એટલે આપણી યજ્ઞ પ્રણાલી આ યજ્ઞને જાણવા એના મહત્વને સમજવા યજ્ઞમાં વપરાતી વસ્તુઓ કેવી, કઈ તેનું પ્રત્યક્ષ નિદર્શન નિહાળવાની અમુલ્ય તક મળી છે ત્યારે તેને જાણવા માટે વેદોના પ્રકાંડ વિદ્વાનો તા ૨૩ અને ૨૪ બપોર સુધી યજ્ઞનું મહત્વ સમજાવવાના છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું અત્યારનું પ્રદૂષણ ખૂબ જ ભયંકર છે તેને શુદ્ધ કરવા માટેના પ્રયાસ રૂપે આ ભવ્ય કાર્યક્રમ પ્રતિકાત્મક રીતે કરવામાં આવી રહ્યો છે જેમાંથી પ્રેરણા લઈને દરરોજ નિયમિત રીતે લોકો તેના ઘરે યજ્ઞ કરે તે જરૂરી છે
મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ની ૨૦૦ મી જન્મ જયતિ તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ટંકારા મુકામે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોરબી જીલ્લાની ધર્મ પ્રેમી જનતા તથા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ મોરબી સક્રિય રીતે જોડાઇને આપણી માટીના મહાપુરુષને ભવ્ય સ્મરણાંજલી આપવા આયોજન કરવામાં આવેલા છે. આ કાર્યક્રમના અવ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બિરાજમાન થશે. અને પુજ્ય આચાર્ય ભજનાનંદ આશ્રમ બોટાદ વાળા સ્વામી આત્માનંદ સરસ્વતીજી આર્શિવયન આપશે. અને આ કાર્યક્રમમાં આચાર્ય આર્ય નરેશજી સંસ્થાપક ઉદ્ગીથ આશ્રમ દોહર હિમાચલ પ્રદેશની પણ પ્રેરક ઉપસ્થિતી રહેશે.
આ કાર્યક્રમ આર્યભુમી પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ પાછળ એસ.પી. રોડ અને રવાપર-ધુનડા રોડ વચ્ચે સનસિટીના ગ્રાઉન્ડ થવા જઈ રહ્યો છે જેમા મોરબી જિલ્લાની ધર્મ પ્રેમી જનતાને સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા તથા મંત્રી રામજીભાઈ બાવરવા તેમજ સમિતિના તમામ સદસ્ય દ્વારા આવવા માટે નિમંત્રણ આપવામાં આવેલ છે આ કાર્યક્રમની વિશેસતા એ છે કે, સ્વૈછિક દાન દ્વારા આ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામં આવેલ છે. અને ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞમાં યજમાનોએ કોઈ યાર્જ ચુકવવાનો નથી કે કોઈ જ્ઞાતિ બાધ નથી. આજે તા ૨૩ ના રોજ સાંજે ધ્વજારોહણ આચાર્ય આર્ય નરેશજીના હસ્તે ૪:૦૦ કલાકે કરીને કાર્યક્રમને ખુલ્લી મુકવામાં આવશે. ત્યાર બાદ તા ૨૪/૧૨ ના રોજ સવારે ૮થી ૧૦ મહયજ્ઞ કરવામાં આવશે ત્યાર બાદ ૧૦થી ૧૨ સુધી ધર્મસભા યોજાશે અને ત્યાર પછી ૧૫,૦૦૦ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞમાં ૨૬૦ કિલો દેશી ગાયનું શુદ્ધ ઘી, ૩૨૫ કિલો હવન સામગ્રી (૧૦૦ જાતની ઔષધીઓ સાથે), યજ્ઞમાં પાંચ જાતની સમિધા (ખિજડો, પીપળો, આંબો, ખેર, સવન) અને યજ્ઞમાં બેસનાર યજમાને માત્ર આસન સિવાય કોઈ વસ્તુ સાથે લાવવાની નથી









