મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સોના-ચાંદીના દાગીના અને રોકડા મળીને ૫૩,૦૦૦ ના મુદ્દામાલની ચોરી


SHARE











મોરબીના શનાળા રોડે સોના-ચાંદીના દાગીના અને રોકડા મળીને ૫૩,૦૦૦ ના મુદ્દામાલની ચોરી

મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ શ્રીજી નગર સોસાયટીમાં રહેણાંક મકાનને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને મકાનના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યા હતો અને ઘરમાં રાખેલા કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને ૫૩,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં શ્રીજી નગર સોસાયટી ખાતે રહેતા અલ્કાબેન દિનેશભાઈ ચેતા જાતે લોહાણા (૪૭) એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૬/૧૨ ના રાત્રીના ૮:૩૦ થી લઈને તા. ૧૭/૧૨ ના સાંજના ૭:૦૦ વાગ્યા સુધી તેઓનું મકાન બંધ હતું તે સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યારે ઘરના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રાખવામાં આવેલ કબાટના તાળા તોડવામાં આવ્યા હતા અને કબાટમાં રાખેલ સોનાનો ચેન, સોનાનું પેન્ડલ, ચાંદીની લકી, ચાંદીના સાંકડા, ચાંદીની પ્યાલી, ચાંદીની વાટકી તથા રુદ્રાક્ષનું ચાંદીનું પેન્ડલ આમ કુલ મળીને ૪૮ હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને પાંચ હજાર રૂપિયા રોકડા આમ કુલ મળીને ૫૩ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સવજીભાઈ નરસીભાઈ પરમાર જાતે દલવાડી (૬૪) રહે. માધાપર શેરી નં-૫ મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

માળીયા મીયાણામાં વાગડિયા ઝાપાથી આગળના ભાગમાં મેઇન બજારમાં પોસ્ટ ઓફિસની સામેના ભાગમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવા અંગેની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે શીવાભાઈ સુરેશભાઈ પરસોંડા જાતે કોળી (૨૮) રહે. વાડા વિસ્તાર માળિયા મિયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૫૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News