મોરબીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયા-ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં અક્ષત કળશ યાત્રા યોજાઇ
મોરબીમાં કારખાનેદાર સાથે થયેલ ૩૫ લાખના ઓનલાઈન ફ્રોડના ગુનામાં એક આરોપીની ધરપકડ: મુખ્ય સૂત્રધારની શોધખોળ
SHARE
મોરબીમાં કારખાનેદાર સાથે થયેલ ૩૫ લાખના ઓનલાઈન ફ્રોડના ગુનામાં એક આરોપીની ધરપકડ: મુખ્ય સૂત્રધારની શોધખોળ
મોરબીના કારખાનેદારનું એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ આવેલ છે તે એકાઉન્ટમાંથી સમયાંતરે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કોઈપણ રીતે ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી ઓનલાઈન ફ્રોડની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બેન્ક એકાઉન્ટના ધારકની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધારને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને પકડાયેલા આરોપીના કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામે ઉમિયા નગર સોસાયટીમાં આવેલ શુભ પેલેસ ફ્લેટ નં-૩૦૩ માં રહેતા આશિષભાઈ નરશીભાઈ સીતાપરા જાતે પટેલ (૩૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪, આઇસીઆઇસીઆઇબેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ અને આઇડીએફસીબેંકએકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ ના ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં તેનું વીકોન કંપની નામનો કરંટ એકાઉન્ટ અને સીસી એકાઉન્ટ છે જે એકાઉન્ટમાંથી જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટની અંદર સમયયાંતરે ફરિયાદીની જાણ બહાર કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને કે પછી ફરિયાદીના નેટ બેન્કિંગના પાસવર્ડનો ઉપયોગ કરીને વિશ્વાસઘાત કરી તેના બેન્ક એકાઉન્ટમાંથી સમયાંતરે અનુક્રમે ૧૫ લાખ, ૧૦ લાખ અને ૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી જુદા જુદા ત્રણેય બેન્ક એકાઉન્ટમાં ૩૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
આ ગુનામાં હાલમાં મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ. જાડેજા તથા રાઇટર કિશોરભાઇ મકવાણા દ્વારા આરોપી કુંદનસિંહ નાહરસિંહ ઉર્ફે નારાયણસિંહ રાણવા જાતે રાજપૂત (૩૨) રહે. ઉમરવાસ તાલુકો ચારભુજા જિલ્લો રાજસમદ રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મૂજબ હાલમાં પકડાયેલા આરોપીના બેન્ક એકાઉન્ટમાં ફરિયાદીના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ભેજાબાજ શખ્સે અન્ય બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવેલ હતા હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપીના તા ૨૮ સુધી એટ્લે કે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તેને સાથે રાખીને પોલીસે મુખ્ય આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે માળિયા-વનાળિયા સોસાયટી પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા અર્જુનભા મૂળુભા ચાવડા નામના ૧૫ વર્ષના સગીરને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છના લાકડીયા ગામે રહેતા અનવર ઇલિયાસભાઈ મીર નામના ૩૦ વર્ષના યુવાનને પણ વાહન અકસ્માત બનાવમાં ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે લાકડીયા ગામે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ગામ નજીક રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજા પહોંચતા અનવર મીરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
મહિલા સારવારમાં
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરી વિસ્તારમાં રહેતી નસીમબેન બાબુભાઈ નારેજા નામની ૨૪ વર્ષીય મહિલા મેમણ શેરી નજીક તેના ઘરે ભૂલથી ફિનાઇલ પી ગયા હતા.જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝનમાં જાણ કરાતા પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.