મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાકાંઠે બંધ પડેલ મેટાડોર રીપેરીંગ કરતાં સમયે ટેન્કર ચાલાકે મેટાડોર તેમજ બે બાઇકને હડફેટે લીધા : ચાર લોકોને ઇજા


SHARE













મોરબીમાં સામાકાંઠે બંધ પડેલ મેટાડોર રીપેરીંગ કરતાં સમયે ટેન્કર ચાલાકે મેટાડોર તેમજ બે બાઇકને હડફેટે લીધા : ચાર લોકોને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે ગઈકાલે સાંજે ચારેક વાગ્યે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બંધ પડેલા મેટાડોરને ત્રણ લોકો રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવતા ટેન્કરના ચાલકે મેટાડોરની પાછળ પોતાનું વાહન અથડાવી દેતા મેટાડોર રીપેરીંગનું કામ કરી રહેલા ત્રણ તથા ટેન્કર ચાલકને એમ કુલ ચાર લોકોને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે વધુમાં જાણવા મળતી વિગત્તો પ્રમાણે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ટેન્કરના ચાલકે બંધ પડેલા અને રીપેરીંગ કામ થઈ રહેલા મેટાડોરની પાછળ પોતાનું ટેન્કર અથડાવી દીધું હતું અને બે બાઈક તથા મેટાડોરને હડફેટે લીધા બાદ પોતાનું ટેન્કર ડિવાઈડર ઉપર રહેલ ગ્રીલ સાથે અથડાવી દીધું હતું.આ બનાવની અંદર ટેન્કરના ચાલક માયારામ રામગત વર્મા (ઉમર ૫૭) હાલ રહે.ગાંધીધામ કચ્છ તથા મેટાડોર રીપેરીંગનું કામકાજ કરી રહેલા શુભમ જગદીશ રાજગોર પુરોહિત (ઉમર ૧૭) રહે.ટીંબડી તા.મોરબી, સબ્બીર સલીમભાઇ ચાનિયા (ઉમર ૨૪) રહે.વીસીપરા મોરબી અને દાનાભાઈ ભાણાભાઈ ભરવાડ (ઉમર ૨૫૦ રહે.રેસ્ટર્ન ગેરેજ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજાઓ પહોંચી હતી જેથી ચારેયને પ્રથમ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાંથી શુભમ રાજગોર નામના યુવાનને વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.હાલ હોસ્પિટલ ખાતેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના રાજેશભાઈ ડાંગર દ્વારા આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અત્રે નોંધનીય છે કે મેટાડોર બંધ પડેલું હતું અને તેનું રીપેરીંગનું કામ ચાલુ હતુ ત્યારે પાછળથી આવેલા ટેન્કરના ચાલકે બે બાઈક અને મેટાડોરને ઉડાવ્યા હતા અને તે બનાવમાં ચાર લોકોને ઈજા પહોંચેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણાથી આગળ સામખયારી નજીક કચ્છ હાઇવે ઉપર આવેલા સૂરજબારી વાંઢ વિસ્તારમાં રહેતા રજાક સુલેમાનભાઈ જેડા નામના ૪૦ વર્ષના યુવાનને સુરજબારી ખાતે મારામારીમાં ઈજા થતા સારવારમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામે હાર્દિકભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા ગોવિંદ દલસિંગભાઈ રાઠવા નામના ૩૫ વર્ષના યુવાનને જીરૂના ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો જેથી ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અરજણભાઈ મૂળજીભાઈ ચાવડા નામના ૭૫ વર્ષીય વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે અજાણ્યા બાઈક ચાલકે અરજણભાઇને હડફેટે લેતા ઇજા પામતા સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના રાજકોટ હાઇવે ઉપર નવયુગ સંકુલ વીરપર તાલુકો ટંકારા ખાતે રહેતી હિરવા બળદેવભાઈ નામની બાળકી પિતા સાથે મોટરસાયકલમાં જતી હતી ત્યારે અજંતા નજીક અજાણી કારના ચાલકે તેઓને હડફેટ લેતા ઈજા પામેલ હીરવા બળદેવભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.






Latest News