મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં થયેલ બે બાઈકની ચોરીમાં આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE







મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં થયેલ બે બાઈકની ચોરીમાં આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૮ માં બે બાઈકની ચોરી થઈ હતી અને તે અંગે નોંધાયેલ ફરિયાદમાં અગાઉ ચાર ઇસમોને પકડવામાં આવ્યા હતા અને પાંચમા ઈસમ ફરાર હતો જેને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડીને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૮ માં મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાંથી બે બાઈકની ચોરી થઈ હતી અને તેમાં જે તે સમયે પાંચ શખ્સોના નામ ખુલ્યા હતા.તે પૈકીના ચાર લોકોને પકડી લેવાયા હતા.દરમિયાનમાં છેલ્લો એક શખ્સ પાંચ વર્ષથી ફરાર હતો અને તે અંગે માહિતી મળતા હાલ ઉપરોક્ત વાહન ચોરીના ગુનામાં મુન્ના ઉર્ફે ભુના ઉર્ફે જગદીશ હરીભેટ મેવાડા જાતે ભીલ (ઉમર ૨૩) રહે.સિંગાવેલી નરવાલી જિલ્લો ધાર મધ્યપ્રદેશની ધરપકડ કરી હાલ તેને પણ જેલ હવાલે કરાયો છે.

 સગીર સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલના રસ્તે આવેલ સનરાઈઝ પાર્ક વિસ્તારમાં પવનસુત પેલેસની નીચે ઉભેલા આરીફ સકુનભાઈ સધવાણી (ઉમર ૧૫) રહે.નાની કેનાલ રોડ સનરાઈઝ પાર્ક વાળાના માથા ઉપર ઊંચાઈએથી લોખંડનો સળીયો પડ્યો હતો જેથી ઇજા પામેલ આરીફ સધવાણીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સાકવાર માટે લઇ જવાયો હતો.

બાઇક સ્લીપેજ ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પાટીદાર ટાઉનશિપમાં રહેતા સુનિલભાઈ લાલજીભાઈ કાલરીયા નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના માળિયા હાઇવે ઉપર ધ ફર્ન હોટલ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપેજના લીધે તેને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવેલ છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ અને ઓમ શાંતિ સ્કૂલની સામેના ભાગે બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઈજા પામેલ કરીમભાઈ મુંગારભાઈ સંધિ (ઉમર ૫૦) રહે.પંચાસર રોડ મોરબી નામના આધેડને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.






Latest News