રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે મહિલા થાઇરોડની એકસાથે ૫૦ ગોળીઓ પી ગઇ !


SHARE







મોરબીના પીપળી ગામે મહિલા થાઇરોડની એકસાથે ૫૦ ગોળીઓ પી ગઇ !

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ખાતે રહેતી મહિલા થાઇરોડની એકસાથે ૫૦ જેટલી ગોળીઓ પી ગઈ હતી જેથી કરીને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે રહેતા નમિતાબેન માનીકદાસ (૧૯) નામની પરણીતા પોતે પોતાના ઘરે હતી ત્યારે થાઇરોડની એક સાથે ૫૦ જેટલી ગોળીઓ ખાઈ ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે મહિલાને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૬ માસનો છે જોકે તેણે એક સાથે આટલી બધી થાઇરોડની ગોળીઓ શા માટે પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે

માર માર્યો

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હુસેનશા મિસરિશા (૫૦) નામના આધેડને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News