મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી રફાળેશ્વર પાસે ટોકીઝમાં ફિલ્મ જોવા માટે ગયેલા બે યુવાનના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE







મોરબી રફાળેશ્વર પાસે ટોકીઝમાં ફિલ્મ જોવા માટે ગયેલા બે યુવાનના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ ભારતનગરમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ટોકીઝમાં ફિલ્મ જોવા માટે ગયો હતો અને ત્યાંથી પરત આવતા સમયે મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મિત્રને માથાના ભાગે અને શરીરે ઇજાઓ થયા હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં મૃતક યુવાનના મામાએ કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ભારતનગર મફતિયાપરા વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા વસંતપરી ઉમેદપરી ગોસાઈ જાતે બાબાજી (૪૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૩ એચએ ૦૨૬૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના ભારતનગર ખાતે રહેતો તેમનો ભાણેજ વિશાલપુરી રમેશપુરી ગોસાઈ (૨૦) તથા તેનો મિત્ર જીતુભાઈ બંને બાઈક નંબર જીજે ૩૬ એજી ૮૮૧૦ લઈને મોરબીથી રફાળેશ્વર પાસે આવેલ ટોકીઝ ખાતે ફિલ્મ જોવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી નજીક સર્વિસ રોડ ઉપર કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના ભાણેજને માથાના ભાગે ગંભીર ઇજા  થઈ હોવાથી તેનું મોત થયું હતું જો કે તેના બાઈકમાં પાછળના ભાગે બેઠેલ જીતુભાઈને માથામાં, ડાબા સાથળના ભાગે તથા જમણા ખભામાં ઇજા થઇ હોવાથી તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના મામાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News