મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર


SHARE













મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર

મોરબી શહેરના રવાપર રોડ ખાતે આવેલી નવજીવન વિદ્યાલયમાં તા.૨૪ અને ૨૫ ના રોજ “સાયન્સ ટેક એકસ્પો-૨૦૨૩” નામક બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રોબોટિક, ગાણિતિક, ટેકનિકલ, સાંસ્કૃતિક તથા વિજ્ઞાનને લગતા ૬૦ જેટલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા છે. જેમાં રર ફૂટ ઊંચા ચંદ્રયાન-૩ની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાળકોએ તેમની સૂજબૂજ તથા શાળાના સ્ટાફની મદદથી ચંદ્રયાન-૩નો બેનમૂન પ્રોજેકટ બનાવ્યો છે. આ વિજ્ઞાનમેળામાં તા.૨૪ના રોજ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની મહેનતને બિરદાવી હતી. અને આજે પણ પ્રદર્શનને નિહાળવા મોરબીવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.






Latest News