મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે મફતીયાપરામાં ઘરમાંથી ૧૧૭ બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ


SHARE













મોરબીના મકનસર પાસે મફતીયાપરામાં ઘરમાંથી ૧૧૭ બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના મકનસર ગામે મફતીયાપરામાં મકાનમાં દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે ત્યાં મકાનમાંથી દારૂની રેડ કરી હતી ત્યારે ઇગ્લીશ દારૂની ૧૧૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હરેશભાઇ આગલ તથા રમેશભાઈ રાજાભાઈને મળેલ હક્કિત આધારે મોરબી તાલુકાના મકનસર ગામ ગોકુલનગર મફતીયાપરામાં મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે રાજદિપસિંહ જોરૂભા દવેરાના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રહેણાંક મકાનના બાથરૂમમાંથી દારૂની અલગ બ્રાન્ડની ૧૧૭ બોટલ જેની કિંમત ૩૭,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજદિપસિંહ જોરૂભા દવેરા જાતે દરબાર (૨૫) રહે. ગોકુલનગરમફતીયુપરૂ, મકનસર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને હાલમાં આગળની તપાસ પીએસઆઈ વી.જી. જેઠવા ચલાવી રહેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સ્સ સિનેમાની સામેના ભાગમાં દેવદૂત કારખાનાની સામે રહેતા ગીતાબેન વિનુભાઈ સોલંકી (૪૦) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News