મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક હરીઓમ સોસાયટી સામેથી ૨૧૩ બોટલ દારૂ ભરેલ કાર પકડાઈ: કાર ચાલકની શોધખોળ


SHARE







મોરબી નજીક હરીઓમ સોસાયટી સામેથી ૨૧૩ બોટલ દારૂ ભરેલ કાર પકડાઈ: કાર ચાલકની શોધખોળ

મોરબીના ઘુંટુ પાસે આવેલ રામકો સોસાયટીમાંથી નીકળેલ કારને રોકવા માટે પોલીસે ઇસરો કર્યો હતો ત્યારે કાર ચાલકે કારને મારી મૂકી જતી અને આગળ જઈને હરીઓમ સોસાયટીના મેઇન ગેટ પાસેથી આઇ-૨૦ કાર છોડીને કાર ચાલક ભાગી ગયો હતો જેથી કરીને પોલીસે કાર ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની ૨૧૩ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને ૩.૯૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને કાર છોડીને ભાગી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જીલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી પોલીસ અસરકારક કામગીરી કરી રહી છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ તાલુકાનો સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમારને સંયુકત રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ઘૂટું ગામની રામકો સોસાયટીમાંથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર નં. જીજે ૨૧ બીસી ૧૫૦૯ વાળીમાં ઇંગલીશ દારૂ ભરી મહેન્દ્રનગર ચોકડી તરફ આવે છે જેથી પોલીસ રામકો સોસાયટી પાસે અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ હતી તેવામાં આઇ-૨૦ નો ચાલક પોતાની કાર લઈ નીકળતા તે કારને ઉભી રાખવા ઇશારો કર્યો હતો જો કે, કાર ચાલક પોતાની કાર લઇ ભાગવા જતાં તેનો પીછો કરતા કાર ચાલક ઘૂંટ ગામની સીમમાં હરીઓમ સોસાયટી પાસે કાર મુકી ટ્રાફીકનો લાભ લઇ અંધારામાં નાસી ગયો હતો જો કે, કારને ચેક કરતાં પાછળની સીટમાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલ હતી જેથી પોલીસે દારૂની બોટલો કારમાંથી બહાર કાઢતા અલગ-અલગ બ્રાન્ડની દારૂની ૨૧૩ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧,૯૨,૫૭૦ નો દારૂ તેમજ ૨,૦૦,૦૦૦ ની કાર આમ કુલ મળીને ૩,૯૨,૫૭૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને કારને છોડીને ભાગી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા અને જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઇ આગલ, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી






Latest News