મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો


SHARE













મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો

આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં લાઇફ સકીલ ડેવલોપ્મેન્ટની નૂતન સંકલ્પનાને સાકાર કરવા મોરબીમાં ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી રૂપલબેન પનારા, આચાર્ય ઉભડીયા હર્ષદભાઇ તથા કંઝારીયા ધર્મેશભાઇ તેમજ સ્ટાફ મીત્રો દ્વારા બાળમેળો-લાઈફસ્કીલ મેળાનું  આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ગખંડમાં બાળક ઘણું બધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યુંતેનો આનંદ તેને જે મળે છે તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે બાળમેળોએ પાયાના પગથિયા સમાન છે. ત્યારે ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળનુ આયોજન કરીને વિદ્યાર્થીઓને પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડતને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવવાની તક પૂરી પડી હતી આ તકે વાલીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં શાળાની મુલાકાતે આવ્યા હતા.






Latest News