મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિરના આચાર્યએ રાષ્ટ્રીય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું


SHARE









મોરબીની સાર્થક વિદ્યા મંદિરના આચાર્યએ રાષ્ટ્રીય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબીની સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ આ વર્ષે રાજય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં બે વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રથમ નંબરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.જેમા ગત તા.૧૭-૧૨ ના રોજ આગ્રામાં આયોજિત નેશનલ યુથ આઇકોન એવોર્ડ-૨૦૨૩ માં વકૃત્વ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં બે વખત પ્રથમ સ્થાન મેળવવા બદલ  રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું પ્રથમ નંબરે સન્માન કરવામાં આવ્યું હતુ .આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો અને અધિકારીઓએ રાહુલભાઈના ગુજરાતની ધરતી પ્રત્યેના પ્રેમ અને આત્મવિશ્વાસ બદલ સમગ્ર ગુજરાતને અનંતગણા અભીનંદન પાઠવ્યા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ અને રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ  "ઇન્ડિયન યુથ આઇકોન એવોર્ડ-૨૩" નું સફળતાપૂર્વક આયોજન આગ્રામાં શિલ્પગ્રામ સ્થિત હોટલમાં કરવામાં આવ્યું હતું.જેમાં યુનિયન રાજ્ય મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર પ્રોફેસર એસ.પી.સિંહ બઘેલ મુખ્ય અતિથિ તરીકે અને યુથ સ્પોર્ટ્સ ફેડરેશનના રાષ્ટ્રીય સચિવ સંતોષસિંહ તરેટિયા તેમજ લેન્ડ ડેવલપમેન્ટ બેંકના ડિરેક્ટરો શ્યામ ભદોરિયા અને અતિથિ વિશેષ તરીકે સુશાંત સિંઘલ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમના આયોજન અંતર્ગત દરેક ક્ષેત્રમાંથી પસંદ કરાયેલા સહભાગીઓને તેમના કાર્ય માટે  ઉચ્ચતમ સફળતા મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં.જેની અંદર વકતૃત્વ સ્પર્ધા અંગેના નોમિનેશનમાથી  રાહુલભાઈ ઝીંઝુવાડીયાની પસંદગી કરીને ગુજરાત રાજયમાં આ વર્ષે બે વખત પ્રથમ આવવા બદલ નેશનલ કક્ષાનો એવોર્ડ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 

હાલ રાહુલભાઈ ઝીંઝુવાડીયા સાર્થક વિદ્યામંદિર ખાતે પોતાની શિક્ષણ સેવા આપી રહ્યા છે.રાહુલભાઈના આ પ્રયત્નોમાં તેમના પિતા, ભાઈ, કુટુંબીજનો અને સમગ્ર શાળા પરિવાર તરફથી ઉત્તમ સાથ-સહકાર મળી રહ્યો છે.આ તકે તેમના પરિવાર, શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ, વાલીઓ અને ખાસ વિદ્યાર્થીઓ તરફથી અનેકગણી શુભકામનાઓ મળી હતી જે બદલ તેઓએ સૌનો જાહેર આભાર માન્યો હતો.




Latest News