મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા આવીને નરેશભાઇ પટેલએ અમરેલી સ્થિત સર્વસમાજ માટે નિર્માણાધીન કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત માટે આપ્યુ આમંત્રણ


SHARE









ટંકારા આવીને નરેશભાઇ પટેલએ અમરેલી સ્થિત સર્વસમાજ માટે નિર્માણાધીન કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત માટે આપ્યુ આમંત્રણ 

ટંકારા ખાતે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ રૂબરૂ પધારી અમરેલી સ્થિત સર્વ સમાજ માટે નવનિર્માણ કેન્સર હોસ્પિટલના ભુમી પુજનના ખાતમુહૂર્ત માટે આમંત્રણ પાઠવ્યું હતું.તો ટંકારા ટિમે તન મન અને ધનથી સંસ્થા સાથે હોવાનો એકી સાથે અવાજ કર્યો હતો.રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના કેન્સરના દર્દીઓ માટે ખોડલધામ કેન્સર હોસ્પિટલનુ નિર્માણ કરવા માટે લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરવામા આવ્યુ છે.જેનુ આગામી તા.૨૧ જાન્યુઆરીએ ખાતમુહૂર્ત કરવામા આવનાર હોય સેવાયજ્ઞમા ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ ટંકારા દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે પધાર્યા હતા.જ્યા લેઉઆ પાટીદાર નેતાનુ સ્વાગત કરવા મોરબી જિલ્લાની વિવિધ કમિટી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ નજીક અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજના લાભાર્થે ખોડલધામ કેન્સર હોસ્પિટલનુ આગામી તા. ૨૧ મી જાન્યુઆરી એ ભૂમિપૂજન સમારોહ યોજાશે.ભૂમિપૂજનમા લેઉઆ પાટીદાર સમાજને ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ આજ તા.૨૮ ડિસેમ્બરએ ટંકારા ખાતે રાજકોટ રોડ ઉપર આવેલા દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે રૂબરૂ ટ્રસ્ટીઓ સાથે આવ્યા હતા જ્યાં પાટીદાર રત્ન ગણાતા નરેશભાઈ પટેલનુ ટંંકારા તાલુકા અને મોરબી જીલ્લા ખોડલધામ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવયુ હતું ખોડલધામના ચેરમેન અને સમાજના કદાવર નેતાએ લેઉઆ પાટીદાર સમાજના દરેક ભાઈઓ-બહેનોને  પધારવા માટે જાહેર મંચ ઉપર થી આમંત્રણ આપ્યું હતું સાથે આગામી વર્ષોની સંસ્થાની પ્રવુતી જેમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ રીવરફંટ સહિતના ઉતર દક્ષિણ ભાગોમાં ખોડલધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાત ઉચ્ચારી હતી.તદ ઉપરાંત નરેશભાઈ પટેલે સમાજના યુવાનોને સેવકો નહી પરંતુ સેનીકો તરીકે સંબોધન કરી દૈનિક એક કલાક સમાજના ઉત્થાન અને ઉમદા વિચાર માંટે આપવા અનુરોધ કર્યો હતો આ તકે ટંકારા તાલુકા ઉપરાંત મોરબી જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ ઉધોગપતિ રાજકીય અગ્રણી કિસાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મેન પાવર તથા મનીપાવર સાથે ખોડલધામ ભેગા ખંભે ખંભો મિલાવવાની ટંકારાથી ખાત્રી આપી હતી.




Latest News