મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ફોરલેનની કામગીરીમાં નડતરરૂપ ૧૦ ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણો ઉપર બુલ્ડોઝર ફરી ગયુ


SHARE













મોરબીના જેતપર ગામે ફોરલેનની કામગીરીમાં નડતરરૂપ ૧૦ ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણો ઉપર બુલ્ડોઝર ફરી ગયુ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી થી અણીયાળી ચોકડી સુધી ફોરલેન રસ્તો બનાવવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે દરમિયાન જેતપર ગામમાંથી જે રસ્તો પસાર થવાનો છે ત્યાં ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણો હતા જેના કારણે કામગીરી અટકી હતી અને આજરોજ મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓની સૂચના મુજબ તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારી દ્વારા પીજીવીસીએલ અને પોલીસની ટીમોને સાથે રાખીને દસ જેટલી ગેરકાયદેસર દુકાનો સહિતના તમામ દબાણ ઉપર સરકારી બુલ્ડોઝર ફેરવીને ૫૦ હજાર ફૂટ જેટલી જગ્યા દબાણ મુક્ત કરવામાં આવેલ છે

મોરબીના જેતપુરથી અણીયારી સુધીના રસ્તો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ૩૨૧ નંબરનો રાજ્ય ધોરી માર્ગ છે. જેમાં મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ફોરલેન તેમજ જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં રીસરફેસિંગ કરવાની કામગીરી અને ત્યારબાદની લંબાઈમાં અણીયારી ચોકડી સુધીમા ૧૦.૦૦ મી પહોળો રોડ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. જેતપર ગામતળમાં માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકની જગ્યા ઉપ્લબ્ધ ન હોવાથી હયાત રસ્તાના ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં ફક્ત રીસરફેસિંગની જ કામગીરી હાલના કામમાં સમાવેશ કરવામાં આવેલ છે જે કામગીરી દુકાનદારો દ્વારા કરેલા દબાણને કારણે અટકેલી હતી. જે દબાણ હટાવવા દુકાનદારોને ગ્રામ પંચાયત દ્વારા બે વખત નોટિસ આપવા છતા દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ દુર કરેલ ન હતુ. જે દબાણ તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)ની સંયુક્ત ટીમ દ્વારા PGVCL ના કર્મચારીઓની હાજરીમા પોલીસ પ્રોટેક્શન સાથે દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહીમાંલતાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, ઇ.ચા. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)- એચ.એ. આદ્રોજા, સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાછીયા, નાયબ કાર્ય પાલક ઇજનેર (સ્ટેટ) ચંદ્રાલા. એ.ટી.ડી.ઓ. વી.એમ જિવાણી, વિસ્તરણ અધિકારી પંચાયત કલ્પેશ બારેજીયા, તા.૫.મોરબી દબાણ ક્લાર્ક શ્રી ધર્મેન્દ્ર દેત્રોજા અને PGVCL તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ અને કાર્યવાહીમાં ૧૦ જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવી કે અન્ય રીતે કરેલ અંદાજીત ૫૦,૦૦૦ ચો.ફુટ જેટલુ દબાણ દુર કરવામાં આવેલ છે.






Latest News